Universe : બ્રહ્માંડના 10 રોચક તથ્ય

Jul 24, 2023, 09:47 PM

બ્રહ્માંડ એટલે અનંત, અનેક રહસ્યોથી સર્જાયેલો આકાશી મહાસાગર. બ્રહ્માંડ અંગે જેટલું જાણો એટલું ઓછું જ લાગે. બ્રહ્માંડ અંગે કહેવું કે લખવું એટલે મહાસાગરમાંથી ગાગર લેવા બરાબર છે. બ્રહ્માંડ અંગે મહત્વના, અદભૂત 10 રોચક તથ્યો જાણીએ.

બ્રહ્માંડની ઉંમર 13.7 અરબ વર્ષ છે એટલે કે આટલા વર્ષ પહેલા બ્રહ્માંડ રચાયું હોવાનો અંદાજો છે.

બ્રહ્માંડની ઉત્પતિ ઉર્જાથી ભરેલા બિંદુઓથી થયાનું માનવામાં આવે છે. જે ઘટના બિગ બેંગથી પણ ઓળખાય છે.

આપણી ગેલેક્સી એટલે કે આકાશગંગાનું નામ મિલ્કી વે છે જેને આપણે મંદાકિની તરીકે જાણીએ છીએ.

મંદાકિની ગેલેક્સીની બાજુમાં એંન્ડ્રોમેડા ગેલેક્સી આવેલી છે. જે આપણી ગેલેક્સી કરતાં બમણાથી પણ વધુ મોટી છે.

બ્રહ્માંડનો સૌથી ચમકદાર તારો આર-136એ 1 (R-136A-1) છે. જે સૂરજ કરતાં પણ 9.7 મિલિયન ગણો ચમકીલો છે.

જો તમે એક મિનિટમાં 100 તારા ગણી શકો તો આકાશગંગાના બધા તારા ગણતાં 2 હજાર વર્ષ જેટલા સમય લાગે.

બ્રહ્માંડમાં અનેક ગેલેક્સીઓ આવેલી છે. જેમાં ધ લાર્જ મેગાલિનિક ક્લાઉડ ગેલેક્સી સૌથી વધુ ચમકદાર છે.

સૂરજ પછી બીજો કોઇ નજીકનો મોટો તારો હોય તો એ પ્રોક્સિમા સેન્ચ્યૂરી છે. જે પણ ભારે ચમકદાર તારો છે.

અત્યાર સુધી શોધાયેલો બ્રહ્માંડનો સોથી મોટો તારે યૂ વી સ્કૂટી (U.V.scuti) છે. જે સૂરજ કરતાં 1700 ગણો મોટો છે.

સૌથી રોચક વાત એ છે કે, બ્રહ્માંડ અત્યારે પણ વિસ્તરી રહ્યું છે અને અગાઉ કરતાં વધુ ઝડપે ફેલાઇ રહ્યું છે