Smartphone: ઓગસ્ટમાં લોન્ચ થનાર એકથી એક ચઢિયાતા મોબાઇલ પર એક નજર

Aug 08, 2023, 11:47 PM

Tecno 11 ઓગસ્ટના રોજ Pova 5 અને Pova 5 Proનું લોન્ચિંગ કરવા તૈયાર છે. બે મિડ-રેન્જ ડિવાઇસ નથિંગ ફોનના પારદર્શક બેકથી પ્રેરિત છે.

Vivo ભારતમાં V29 સિરીઝનું લોન્ચિંગ કરે તેવી પણ અપેક્ષા છે. અપકમિંગ ફોન ચીનમાં Vivo S17 સિરીઝનું રિબ્રાન્ડેડ વર્ઝન હોઈ શકે છે.

iQOO Z7 Pro ની કિંમત લગભગ 30,000 રૂપિયા હોઈ શકે છે અને તેમાં ડાયમેન્સિટી 7200 ચિપસેટ અને 120Hz AMOLED સ્ક્રીન હશે. તેને 31 ઓગસ્ટે લોન્ચ કરવામાં આવશે.

Samsung Galaxy Z Flip 5 18 ઓગસ્ટથી વેચાણ માટે શરૂ થશે. તે 3.4-ઇંચની બાહ્ય ડિસ્પ્લે સાથે આવે છે અને તેની કિંમત 99,999 રૂપિયાથી શરૂ થાય છે.

OnePlus આ મહિનાના અંતમાં તેનો પહેલો ફોલ્ડેબલ ફોન 'ઓપન' ડબ પણ લોન્ચ કરી શકે છે. હાલ તેની કોઈ ચોક્કસ વિગતો ઉપલબ્ધ નથી, ફોન Galaxy Z Fold 5 કરતાં સસ્તો હોઈ શકે છે.