યૂએસનું સપનું તૂટ્યું, હવે શું થશે? અમેરિકાએ 33 ગુજરાતીઓને પરત મોકલ્યા

Feb 06, 2025, 11:40 AM

અમેરિકાએ 104 ભારતીય પરત મોકલ્યા

અમેરિકાએ ગેરકાયદે વસવાટ કરતા 104 ભારતીયોને પરત મોકલ્યા છે, જેમા 69 પુરુષ, 25 મહિલા અને 13 બાળકો સામેલ છે. USથી ડિપોર્ટ થયેલા 104 લોકોમાં 33 ગુજરાતીઓ છે.

વિદેશમાં કમાણી કરવાના અને સ્થાપી થવાના સપનાઓ સાથે અમેરિકા ગયા હતા પણ હવે ભારત ડિપોર્ટ થતા તમામ સપનાઓ રોળાઇ ગયું હોય તેવી લાગણી અનુભવી રહ્યા છે.

US ખાસ મિલિટ્રી એરક્રાફ્ટમાં 104 લોકોને અમૃતસર એરપોર્ટ પર ડિપોર્ટ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને ત્યાંથી તેમના ઘરે મોકલવામાં આવ્યા છે.

યુએસથી ભારત પરત મોકલાયેલા 33 ગુજરાતીઓ અમદાવાદ એરપોર્ટ પર લાવવામાં આવ્યા છે. એરપોર્ટ પર આઈબી, સીઆઈડી અને સ્થાનિક પોલીસનો કાફલો પણ ખડકી દેવાયો હતો. પ્રાથમિક કાર્યવાહી કરીને તમામ લોકોને તેમના વતન મોકલવામાં આવશે.

USથી પરત આવેલા 33 લોકોમાં સૌથી વધુ પટેલ અને ઉત્તર ગુજરાતના છે. જેમા ઉત્તર ગુજરાતના 28, મધ્યના 4 અને દક્ષિણ ગુજરાતના 1 વ્યકિતનો સમાવેશ થાય છે.

અમેરિકાથી દેશનિકાલ કરાયેલા ભારતીયોને મેક્સિકો યુએસ સરહદ પરથી પકડવામાં આવ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ કાયદેસર રીતે ભારત છોડીને ગયા હતા પરંતુ તેમણે ડંકી રૂટ દ્વારા અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો.

યુએસથી હેમખેમ પરત આવતા પરિવારજનો લોકો ખુશ છે. જો કે કરોડો રૂપિયા ખર્ચી વિદેશમાં સ્થાપી થવાના સપના અધુંરા રહ્યા છે.