ઉત્તરાખંડની વેલી ઓફ ફ્લાવર, બરફથી ઢંકાયેલા પર્વતનો નજારો

Apr 13, 2025, 03:51 PM

ઉત્તરાખંડ હિલ સ્ટેશન

ઉત્તરાખંડના ઔલી, મસૂરી અને નૈનીતાલ હિલ સ્ટેશન સૌથી વધુ પ્રખ્યાત છે. જો કે ઘાંઘરિયા હિલ સ્ટેશન બહુ ઓછા લોકો જાણે છે. બરફથી ઢંકાયેલા પર્વત વચ્ચે સ્થિત ઘાંઘરિયા હિલ સ્ટેશન વેલી ઓફ ફ્લાવરનું પ્રવેશ દ્વાર કહેવાય છે.

ઘાંઘરિયા હિલ સ્ટેશન

ઘાંઘારિયા ગામ ઉત્તરપ્રદેશના ચમોલી જિલ્લામાં આવેલું છે. આ ગામ હેમકુંડ સાહિબ અને વેલી ઓફ ફ્લાવરના પ્રદેશ દ્વાર તરીકે પ્રખ્યાત છે.

હેમકુંડ સાહિબ ગુરુદ્વારા

હેમકુંડ સાહિત ગુરુદ્વારા શીખ ધર્મનું એક પવિત્ર સ્થળ છે. જે હિમાલય પર્વત પર 4632 મીટરની ઉંચાઇ પર એક તળાવના કિનારે સાત પહાડો વચ્ચે આવેલું છે. તળાવમાં બરફ જામેલું હોય છે.

ઘાંઘરિયા વેલી ઓફ ફ્લાવર

આ નેશનલ પાર્ક વિવિધ પ્રકારના ફુલો માટે પ્રખ્યાત છે. પ્રકૃતિ પ્રેમી માટે ઘાંઘરિયા સ્વર્ગ સમાન છે. બરફથી ઢંકાયેલા હિમાલયના પર્વત, નદી, તળાવ અને ચારે બાજુ ફુલોથી સજેલી જમીન જોઇ પ્રવાસીઓ સ્વર્ગમાં હોવાનો અનુભવ કરે છે.

પહાડી સંસ્કૃતિ અને ભોજન

ઘાંઘરિયા ગામ પહાડી સંસ્કૃતિ અને ભોજન માટે પણ પ્રખ્યાત છે. બટાકાના ગુટકા, ગહત, ચેંસુ અને કાપા જેવા અદભતૂ સ્વાદિષ્ટ ગઢવાલી અને કમાઉની વાનગી ખાવાનો મોકો મળે છે.

ઘાંઘરિયામાં ક્યાં રોકાવું?

ઘાંઘરિયામાં રહેવા માટે ઘણી હોટેલ અને ગેસ્ટ હાઉસ છે. પ્રવાસીઓ તેમના બજેટ અનુસાર આરામદાયક રહેવાની સુવિધા મેળવી શકે છે. અહીં વાજબી ભાવની ધર્મશાળા પણ ઉપલબ્ધ છે.

ઘાંઘરિયા ગામ ક્યારે ફરવા જવું?

ઘાંઘરિા ગામ ફરવાનો સૌથી શ્રેષ્ઠ સમય મે થી ઓક્ટોબર સુધીનો છે. આ સમયગાળા દરમિયાન વાતાવરણ સુખદ હોય છે. અહીં આસપાસના સ્થળો પર સ્થળતાથી ફરવા જઇ શકાય છે.

ઘાંઘરિયા ગામમાં હિમ વર્ષા ક્યારે થાય છે?

ઘાંઘરિયા ગામમાાં શિયાળામાં હિમ વર્ષા થાય છે. શિયાળામાં હિમ વર્ષા થતા ઘાંઘરિયા ગામ બરફથી ઢંકાઇ જાય છે.

ઘાંઘરિયા ગામ નજીક ફરવાના સ્થળો

ઘાંઘરિયા ગામની આસપાસ ફરવા માટે ઋષિકેશ, ગોપેશ્વર અને જોશીમઠ, હેમકુંડ સાહિબ ગુરુદ્વારા સહિત ઘણા પ્રખ્યાત દર્શનિય અને જોવાલાયક સ્થળો છે.

ઘાંઘરિયા ગામ એરપોર્ટ અને રેલવે સ્ટેશન

ઘાંઘરિયા ગામનું સૌથી નજીક ઋષિકેશ રેલવે સ્ટેશન 250 કિમી દૂર આવેલું છે. તો દહેરાદૂન એરપોર્ટ 220 કિમી દૂર છે. અહીંથી ખાનગી બસ કે ટેક્સી દ્વારા ઘાંઘરિયા ગામ પહોંચી શકાય છે.