ભારતમાં ઘણા હિલ સ્ટેશનો છે, જે અદભુત કુદરતી સૌંદર્યથી દર વર્ષે લાખો પ્રવાસીઓને આકર્ષિત કરે છે.
ભારતમાં હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને દક્ષિણ ભારતના હિલ સ્ટેશન સૌથી વધુ પ્રખ્યાત છે.
હિલ સ્ટેશનનું નામ પડે એટલે મોટાભાગના ભારતીયો શિમલા કુલ્લુ મનાલી કે દાર્જલિંગ યાદ આવે છે.
જો કે એક હિલ સ્ટેશનને પહાડોની રાણીનું બિરુદ મળ્યું છે. ઉંચા ગગનચુંબી પહાડ, લીલાછમ જંગલ અને મનમોહક કુદરતી સૌંદર્ય જોઇ પ્રવાસીઓ આ હિલ સ્ટેશન પર આવી અલગ જ દુનિયામાં હોવાનો સુખદ અનુભવ કરે છે.
પહાડોની રાણી કહેવાતું આ હિલ સ્ટેશન ભારતનું પ્રથમ ગીરીમથક પણ છે, જે ઉત્તરાખંડમાં આવેલું છે.
ઉત્તરાખંડમાં આવેલા ભારતના પ્રથમ હિલ સ્ટેશનની સૌથી ખાસ વાત એ છે કે, તે અંગ્રેજોએ વર્ષ 1823માં વસાવ્યું હતું. અંગ્રેજો અહીં ઉનાળામાં ફરવા આવતા હતા. તે સમયે અહીં ભારતીયોને આવવાની મનાઇ હતી.
આ હિલ સ્ટેશનનું નામ છે મસૂરી, જે દરિયાની સપાટીછી 6758 ફુટની ઉંચાઇએ પર આવેલું છે, જેના કારણે અહીં ઉનાળામાં પણ ઠંડુ વાતાવરણ હોય છે.
મસૂરીમાં પ્રવાસીઓ બરફથી ઢંકાયેલા પહાડ, લીલાછમ જંગલો,સૂર્યોદય અને સૂર્યાસ્તનો સુંદર નજારો, ટ્રેકિંગ અને કેમ્પિંગ જેવી એક્ટિવિટીની મજા માણે છે.