ઉત્તરાયણ પર ઘરે બનાવો બજાર જેવું જ ઊંધિયુ, રેસીપી સ્ટેપ બાય સ્ટેપ

ઉત્તરાયણનો તહેવાર આવી ગયો છે ત્યારે બધાના ઘરે ઊંધિયું ખવાય છે. કોઈ માર્કેટથી લાવે છે તો કોઈ ઘરે બનાવે છે.

Jan 13, 2026, 02:22 PM
Photo Credit : instagram

ઊંધિયુ રેસીપી

ઘરે બનાવતી ગૃહિણીઓ માટે ક્યારેક એ પ્રશ્ન થાય છે કે ઘરે માર્કેટ જેવું ઊંધિયું બનતું નથી.

Photo Credit : instagram

ઊંધિયુ રેસીપી

અહીં ઊંધિયું બનાવવાની પરફેક્ટ રીત આપેલી છે. જેનાથી ઘરે જ માર્કેટ જેવું ઊંધિયું બનશે.

Photo Credit : instagram

મસાલો બનાવવાની રીત

ઊંધિયું માટે મસાલો બનાવવા માટે એક વાસણમાં મોળી સેવ લો, તેમા પાણી નાંખી 2 મિનિટ રહેવા દો. સેવ માંથી પાણી કાઢી લો અને તેને સારી રીતે મેશ કરો.

Photo Credit : instagram

મસાલો બનાવવાની રીત

હવે તેમા સીંગદાણાનો ભૂકકો, સફેદ તલ, કોપરાની છીણ, લાલ મરચું પાઉડર, ગરમ મસાલો, ધાણાજીરું પાઉડર, સ્વાદ અનુસાર મીઠું, લીંબુનો રસ, ખાંડ, લીલા કોથમીર અને તેલ ઉમેરો.

Photo Credit : instagram

મસાલો બનાવવાની રીત

પછી બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરી લો. આ મસાલાથી ઊંધિયાની ગ્રેવી બહુ જ ટેસ્ટી બને છે. આ મસાલો રીંગણ અને લીલા મરચામાં ભરી લો. બાકીનો મસાલો ઊંધિયુની ગ્રેવી બનાવવામાં કામ લાગશે.

Photo Credit : instagram

મુઠીયા બનાવવાની રીત

ઊંધિયું માટે મુઠીયા બનાવવા એક વાસણમાં ચણાનો લોટ ચાળી લો. તેમા ઝીણી સમારેલી લીલી મેથીની ભાજી, લીલા મરચા પાઉડર, હળદર પાઉડર, ગરમ મસાલો, તેલનું મોણ, લીંબુનો રસ લઈશું.

Photo Credit : instagram

મુઠીયા બનાવીશું

ત્યાર બાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું, ચપટી બેકિંગ સોડા અને હિંગ ઉમેરી બધી સામગ્રી સારી રીતે મિક્સ કરી લો. હવે ગરમ પાણી વડે મુઠીયાનો નરમ લોટ બાંધો અને તેને 10 મિનિટ ઢાંકીને રહેવા દો.

Photo Credit : instagram

મુઠીયા તળીશું

હવે તેમાંથી ગોળ નાના નાના મુઠીયા બનાવો. હવે કઢાઇમાં તેલ ગરમ કરો, પછી તેમા મુઠીયા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.

Photo Credit : instagram

રતાળુ, શક્કરિયા, કાચા કેળા તળવા

કઢાઇમાં તેલ ગરમો, પછી તેમા રતાળુ અને શક્કરિયા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો, પછી તેમા કાચા કેળાને પણ ફ્રાય કરો. આ શાકભાજી તળવાથી તેની ચિકાસ ઘટી જાય છે.

Photo Credit : instagram

ઊંધિયું બનાવવાની રીત

હવે એક કઢાઇમાં તેલ ગરમ કરો, તેમા જીરું, તમાલ પત્ર અને ચપટી હિંગનો તડકો લગાવો. પછી આદુ મરચા લસણ અને ટામેટાની ગ્રેવી સાંતળો.

Photo Credit : instagram

શાકભાજી ચડવા દેવા

ગ્રેવી માંથી તેલ છુંટવા લાગે એટલે બધા શાકભાજી, ભરેલા રીંગણ, તળેલા રતાળુ શક્કરિયા અને કેળા ઉમેરો. શાકભાજીને ચડવા માટે તેમા સહેજ પાણી ઉમેરો.

Photo Credit : instagram

શાકભાજી દાઝે નહીં તેનું ધ્યાન રાખવું

હવે કઢાઇને વાસણ વડે ઢાંકી દો. તેમા પણ સહેજ પાણી ઉમેરો, જેથી શાકભાજી વરાળથી બફાઇ જશે. શાકભાજી દાઝે નહીં તેની માટે વચ્ચે વચ્ચે હલાવતા રહો.

Photo Credit : instagram

મુઠીયા ઉમેરવા

શાકભાજીમાં કાચા પાક બફાઇ પછી તેમા મેથીના મુઠીયા અને આમલી ગોળનું પાણી ઉમેરો અને ઊંધિયાને રંધાવા દો. બધા શાકભાજી રંધાઇ જાય એટલે કે ગેસ બંધ કરી દો.

Photo Credit : instagram

કોથમીર અને લીંબુનો રસ ઉમેરવો

ઊંધિયા પર તાજા કોથમીરના પાન અને લીંબુનો રસ ઉમેરો. ગરમાગરમ ટેસ્ટી ઊંધિયું પુરી કે રોટલી સાથે ખાવાની મજા માણો.

Photo Credit : instagram