વડા પાવને વિશ્વમાં 13મા શ્રેષ્ઠ સેન્ડવીચ તરીકે મળ્યું સ્થાન

Mar 06, 2023

shivani chauhan

કોઈપણ મુંબઈકરને તેમના મનપસંદ સ્ટ્રીટ ફૂડ વિશે પૂછો, તો તેઓ બીજો વિચાર કર્યા વિના વડાપાવનું નામ આપશે. સવારના નાસ્તા, લંચ, સાંજના નાસ્તાના સમયે અથવા તો રાત્રિભોજન દરમિયાન પણ આ વડાપાઉં ખવાય છે.

વડાપાવની લોકપ્રિયતાએ સ્ટ્રીટ ફૂડને વિશ્વમાં 13મું સર્વશ્રેષ્ઠ સેન્ડવીચ તરીકે વૈશ્વિક ઓળખ મેળવી છે.

તાજેતરમાં, ટેસ્ટ એટલાસ દ્વારા 50 ‘બેસ્ટ સેન્ડવીચ ઇન ધ વર્લ્ડ’ ની યાદી બહાર પાડવામાં આવી હતી, જે પરંપરાગત ખોરાક માટે મતિજા બેબીક દ્વારા સ્થપાયેલી પ્રાયોગિક મુસાફરી માર્ગદર્શિકા છે જે અધિકૃત વાનગીઓ, ફૂડ ક્રિટીક રીવ્યુ અને લોકપ્રિય વાનગીઓ વિશેના સંશોધન કરે છે.

આ યાદીમાં, ટોમ્બિક અથવા ગોબીટ કબાબ, તુર્કીમાં લોકપ્રિય વિવિધ પ્રકારના ડેનર કબાબ જ્યાં કાપેલા મીટ પાઈડ એકમેક તરીકે ઓળખાતી બન આકારની ફ્લેટબ્રેડમાં સ્ટફ કરવામાં આવે છે, તે યાદીમાં પ્રથમ સ્થાને છે.

વડા પાવના વડા મસાલેદાર છૂંદેલા બટાકા કે જે ચણાના બેટરમાં તળેલા હોય છે, અને પાવ અથવા સફેદ બ્રેડમાં રોલ કરાય છે.

ટેસ્ટ એટલાસે લખ્યું હતું કે, "આ પ્રતિષ્ઠિત સ્ટ્રીટ ફૂડ 1960 અને 1970 ના દાયકામાં દાદર ટ્રેન સ્ટેશન નજીક કામ કરતા અશોક વૈદ્ય નામના સ્ટ્રીટ વેન્ડરએ આપ્યું હોય કેવું કહેવાય છે."

તે ઉમેરે છે કે,"તેમણે ભૂખ્યા કામદારોને ભૂખ સંતોષવાની વિશે વિચાર્યું, અને તારણ કાઢ્યું કે આદર્શ વાનગી સસ્તી અને તૈયાર કરવામાં સરળ હોવી જોઈએ. અશોકે વડાપાવ બનાવ્યો, ખાસ કરીને મરાઠી-હિંદુ રાષ્ટ્રવાદી રાજકીય પક્ષ શિવસેનાએ સેન્ડવીચને એક આદર્શ કામદાર વર્ગના નાસ્તા તરીકે પ્રમોટ કરવાનું શરૂ કર્યા પછી તેની લોકપ્રિયતા આકાશને આંબી ગઈ હતી."

આદર્શરીતે નાળિયેર, મગફળી, લસણ, આમલી અને મરચાં સાથે ગરમ લાલ ચટણી સાથે વડાપાવ ન માત્ર સમગ્ર મુંબઈ (અને મહારાષ્ટ્ર)માં પરંતુ સમગ્ર ભારતમાં સ્ટ્રીટ ફૂડ અને રેસ્ટોરન્ટમાં એકસરખા વેચાય છે.