વેલેન્ટાઇન ડે એટલે કે પ્રેમનો દિવસ, જે દર વર્ષે 14 ફેબ્રુઆરીએ ઉજવાય છે. જો કે વેલેન્ટાઇન વીકની શરૂઆત 7 ફેબ્રુઆરીથી શરૂ થઇ જાય છે. 7 થી 14 ફેબ્રુઆરી સુધી આઠ દિવસ અલગ અલગ દિવસ ઉજવાય છે.
વેલેન્ટાઇન વીકની શરૂઆત રોઝ ડેથી થાય છે. 7 ફેબ્રુઆરી રોઝ ડે તરીકે ઉજવાય છે. રોઝ ડે ના દિવસે બે વિજાતીય વ્યક્તિ એકબીજાને ગુલાબ આપી પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે. તમે કોઇને પ્રેમ કરો છો તો તેને લાલ ગુલાબ આપીને પ્રેમનો ઇઝહાર કરો.
8 ફેબ્રુઆરી પ્રપોઝ ડે ઉજવાય છે. નામ મુજબ આ દિવસે પ્રેમી પોતાની સાથી સામે પ્રેમ વ્યક્ત કરે છે. તમે કોઇને મનમાં ને મનમાં પ્રેમ કરો છો તો પ્રપોઝ ડે ના દિવસે દિલની વાત કહી દો.
9 ફેબ્રુઆરી ચોકલેટ ડે તરીકે ઉજવાય છે. આ દિવસે પ્રેમી અને પ્રેમિકા પોતાના સાથીને ચોકલેટ આપી મનાવવાનો પ્રયત્ન કરે છે. ચોકલેટની મીઠાશ તમારા સંબંધને મુધર બનાવે છે.
વેલેન્ટાઇન વીકનો 4 દિવસ ટેડી ડે તરીકે ઉજવાય છે. ટેડી ડે પર પ્રેમી યુગલ એકબીજાને લાલ રંગનું ટેડી આપી પ્રેમ વ્યક્ત કરે છે.
11 ફેબ્રુઆરી પ્રોમિસ ડે તરીકે સેલિબ્રેટ કરાય છે. આ દિવસે બે વ્યક્તિ જીવનભર સાથ નિભાવવાની કસમ ખાય છે. એકબીજાના સુખ અને દુખમાં સાથ આપવાનું પ્રોમિસ કરે છે.
વેલેન્ટાઇન ડે નો છઠ્ઠો દિવસ હગ ડે તરીકે ઉજવાય છે. આ દિવસે પ્રેમીઓ એકબીજાના ગળે મળી પ્રેમનો સ્વીકાર કરે છે.
કિસ ડે એટલે વેલેન્ટાઇન દિવસનો સાતમો, તે દિવસે પ્રેમી યુગલ એકબીજાને આલિંકન કરે છે અને પોતાના સંબંધને મજબૂત બનાવે છે. યુવાઓનું માનવું છે કે કિસ ડે પર કિસ કરવાથી સંબંધ મજબૂત થાય છે.
14 ફેબ્રુઆરી એટલે વેલેન્ટાઇન ડે, જે વેલેન્ટાઇન વીકનો છેલ્લો દિવસ હોય છે. આ દિવસ પ્રેમીજનો અને કપલ શાનદાર રીતે સેલિબ્રેટ કરે છે. એકબીજાને લાલ ગુલાબ અને ભેટ આપે છે અને એક સાથે સમય પસાર કરે છે.