Valentine’s Week special:  આ રસપ્રદ પ્રવૃત્તિઓ તમારા સંબંધમાં ઉમેરશે એક્સટ્રા મીઠાસ

Feb 13, 2023

shivani chauhan

વેલેન્ટાઇન વીક ચાલી રહ્યું છે જે પ્રેમની ઉજવણીની ઋતુ ગણાય છે. જે તમારા જીવનસાથી પ્રત્યે તમારી પ્રશંસાને ઉજવવા અને વ્યક્ત કરવા માટે સમર્પિત છે.

જો તમે કોઈ રિલેશનમાં છો, તો તમારા પાર્ટનરને  પ્રેમનો અનુભવ કરાવવા અને તમારા પ્રેમ જીવનને પુનર્જીવિત કરવાનો આ સારો સમય છે. તમે અને તમારા જીવનસાથી આ વી-ડેમાં એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી શકો તેવી એકટીવીટીઝ અહીં જણાવી છે.

પહેલી ડેટને ફરીથી મનાવો   તમારી પહેલી ડેટ પર જે ક્લોથ્સ પેહર્યા હોઈ તે પહેરો, સાથે વિતાવેલી ખાસ યાદો, ક્ષણો અને નજીવી બાબતોને ફરીથી યાદ કરો જે તમારી પહેલી ડેટ દરમિયાન બની હતી અને એ પળોને ફરીથી તમારા પાર્ટનર સાથે વિતાવો.

તમારા જીવનસાથી માટે ખાસ વાનગી બનાવો   તમારા જીવનસાથી માટે સ્વાદિષ્ટ ભોજન તૈયાર કરો. ડાઇનિંગ ટેબલને સુશોભિત કરો, તેના પર કેટલાક ફૂલો અને મીણબત્તીઓ મૂકો, પ્રકાશને ઝાંખો કરીને અને રોમેન્ટિક મ્યુઝિકથી વાતાવરણ રોમેન્ટિક બનાવો.

મૂવી નાઇટ કરો પ્રોજેક્ટર અને સ્ક્રીન સાથે તમારા ઘરમાં એક ખાનગી મૂવી થિયેટર બનાવવાનો પ્રયાસ કરો અને એક રોમેન્ટિક ફિલ્મ ચાલુ કરો, અને ખાસ તમારો ફેવરિટ નાસ્તો સાથે રાખો.

બોડી પેન્ટિંગ   આ વી-ડે કંઈક નવું કરવા માંગો છો? તો બોડી પેઇન્ટિંગ કરાવી શકો છો. કેટલાક બોડી પેઇન્ટ ખરીદો અને તમારા પાર્ટનરના શરીર પર પેઇન્ટ કરો. જે તમારા પાર્ટનર સાથે ઇન્ટિમસી વધારવામાં મદદ કરશે.

ફરવા જવાનો પ્લાન બનાવો:    તમારી ભાગ દોડ ભરી લાઈફમાંથી થોડો સમય કાઢો અને નજીકના હિલ સ્ટેશન અથવા નેશનલ પાર્કમાં સમય વિતાવો. જો તમને હાઇકિંગ, સ્ટાર ગેઝિંગ પસંદ છે તો એ પણ કરી શકો છો.

તમારું બાળપણ ફરી જીવો   જો તમારી અંદર હજુ પણ બાળપણ જીવન્ત છે તો તમે તમારા પાર્ટનર સાથે ડાન્સ ક્લ્બમાં જઈ શકો છો. તમારી પસંદગીના આધારે તમે એડવેન્ચર પાર્ક, આઈસ સ્કેટિંગ અથવા પેંટબૉલ ગેમિંગ ઝોનમાં પણ જઈ શકો છો.

તમારા જીવનસાથી માટે એક લેટર લખો    હૃદયની વાતચીત કરતાં વધુ પ્રિય બીજું કંઈ નથી. તમારા જીવનસાથીને એક પ્રામાણિક, પ્રેમાળ પત્ર લખો, તેમને જણાવો કે તેઓ તમારા માટે કેટલું ઇમ્પોર્ટન્સ ધરાવે છે અને તમે તમારી જાતને પાર્ટનરના હોવાથી કેટલા નસીબદાર માનો છો તે વ્યક્ત કરો.