તુલસી પાસે આ 5 વસ્તુ રાખવી અશુભ, ઘરમાં ગરીબી આવશે

Apr 20, 2025, 03:38 PM

તુલસી માટે વાસ્તુ ટિપ્સ

હિંદુ ધર્મમાં તુલસીનો છોડ ખૂબ જ પવિત્ર અને શુભ માનવામાં આવે છે. તે માત્ર ધાર્મિક દ્રષ્ટિકોણથી જ મહત્વપૂર્ણ નથી, પરંતુ આરોગ્ય અને પર્યાવરણની દ્રષ્ટિએ પણ ફાયદાકારક છે.

તુલસીનો છોડ રાખવાના ફાયદા

ઘરમાં તુલસીનો છોડ રાખવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ભગવાન વિષ્ણુના આશીર્વાદ મળે છે. પરંતુ શું તમે જાણો છો કે તુલસી પાસે કેટલીક વસ્તુઓ રાખવાથી તેનો શુભ પ્રભાવ ઓછો થાય છે અને ઘરમાં નકારાત્મકતા વધે છે. આવો જાણીએ તુલસી પાસે કઈ વસ્તુઓ ન રાખવી જોઈએ.

શિવલિંગ

શાસ્ત્રો અનુસાર તુલસી પૂર્વ જન્મમાં જલંધર નામના રાક્ષસની પત્ની હતી. જલંધરને ભગવાન શિવે હણી નાંખ્યો હતો. આ કારણે તુલસીને શિવ પાસે રાખવી વર્જિત માનવામાં આવે છે. તુલસીને ધાર્મિક દ્રષ્ટિએ પણ ભગવાન વિષ્ણુની પ્રિય માનવામાં આવે છે, તેથી શિવલિંગ અથવા શિવને લગતી વસ્તુઓ તુલસીની નજીક ન રાખવી જોઈએ. તેનાથી વિપરીત શાલિગ્રામ ભગવાન વિષ્ણુનું પ્રતિક છે અને શાલિગ્રામને તુલસી પાસે રાખવાથી શુભ ફળ મળે છે.

સાવરણી, પોતું

તુલસી પાસે સફાઈની વસ્તુ ન રાખવી તુલસીને દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે, તેથી તુલસીના છોડ પાસે સાવરણી, પોડું જેવી સાફસફાઇની વસ્તુ ભૂલથી પણ ન રાખવી જોઈએ. આ વસ્તુઓ નજીક રાખવાથી તુલસીનો પ્રભાવ ઓછો થાય છે અને નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશ કરી શકે છે. તુલસીની આસપાસ હંમેશા સ્વચ્છતા રાખવી જોઈએ.

બુટ ચપ્પલ

તુલસીના છોડ પાસે જૂતા-ચપ્પલ રાખવાને ખૂબ જ ખરાબ શુકન માનવામાં આવે છે. આ માત્ર તુલસી માતાનું અપમાન જ નથી કરતું, પરંતુ માતા લક્ષ્મીને પણ ગુસ્સે કરી શકે છે. તેથી હંમેશા ધ્યાન રાખો કે તુલસીની આસપાસ જૂતા-ચપ્પલ ન હોય.

કાંટા વાળા છોડ

કેક્ટસ અથવા ગુલાબ જેવા કાંટાવાળા છોડની નજીક તુલસીનો છોડ ક્યારેય ન મૂકવો. કાંટાળા છોડમાંથી નકારાત્મક ઊર્જા ઉત્પન્ન થાય છે, અને જો તુલસી આ છોડની નજીક હોય, તો તેની હકારાત્મક ઊર્જા પર અસર થાય છે. તેથી તુલસીને હંમેશા આવા છોડથી દૂર રાખો અને શક્ય હોય તો તેને અલગ જગ્યાએ રાખો.

કચરા પેટી કે ડસ્ટબીન

ઘણી વખત જગ્યાના અભાવે લોકો તુલસી પાસે ડસ્ટબીન રાખતા હોય છે, જે ખૂબ જ ખોટું છે. ડસ્ટબિન એ ગંદકી અને નકારાત્મકતાનું પ્રતીક છે અને તેની પાસે તુલસી રાખવાથી તુલસી સુકાઈ શકે છે. તેનાથી તેની સકારાત્મક અસર પણ દૂર થાય છે. માટે તુલસીની આસપાસ સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખો.