વેજિટેરિયન કબાબ રેસીપી, સ્વાદ અને પૌષક તત્વોથી ભરપૂર

Feb 17, 2026, 12:02 PM
Photo Credit : Freepik/Canva

વેજિટેરિયન કબાબ રેસીપી

વેજિટેરિયન કબાબ ટેસ્ટી નાસ્તો છે, જે દરેક વ્યક્તિને ખાવા ગરમે છે. અહીં બટાકા વગર બીટ અને શક્કરિયા માંથી સ્વાદિષ્ટ કબાબ બનાવવાની રેસીપી જણાવી છે.

Photo Credit : Freepik

વેજિટેરિયન કબાબ માટે સામગ્રી

બીટ, શક્કરિયા, સીંગદાણાનો ભુક્કો, લાલ મરચું પાઉડર, હળદર પાઉડર, ધાણા જીરું પાઉડર, આદુ લણસની પેસ્ટ, બ્રેડ કમ્બ્સ, ગરમ મસાલો, ચાટ મસાલો, લીલું કોથમીર, તેલ અને સ્વાદ અનુસાર મીઠું

Photo Credit : Freepik

બીટ શક્કરિયા કબાબ રેસીપી

બીટ અને શક્કરિયા પાણીમાં 2 થી 3 વખત સારી ઘોઇ લો.

પ્રેશર કૂકરમાં બાફો

પ્રેશર કૂકરમાં પાણી ઉમેરી બીટ અને શક્કરિયાને 2 થી 3 સીટી વાગે ત્યાં સુધી બાફો. બફાયા બાદ બીટ અને શક્કરિયાની છાલ કાઢો, પછી એક બાઉસમાં મેશ કરી લો.

Photo Credit : Freepik

મસાલા ઉમેરો

તેમા આદુ લસણની પેસ્ટ, સીંગદાણાનો ભુક્કો, બધા મસાલા, બ્રેડ ક્રમ્બ્સ લીલા ધાણા, લીબુંનો રસ, સ્વાદ અનુસાર મીઠું ઉમેરી બધી સામગ્રી સારી રીતે મિક્સ કરો.

Photo Credit : Social Media

કબાબ બનાવો

આ મિશ્રણ માંથી ગોળ કે હાર્ટ શેપમાં કબાબ બનાવો અને 2 થી 4 મિનિટ સુધી રહેવા દો.

Photo Credit : Freepik

કબાબ ફ્રાય કરો

એક ફ્રાઇ પેન ગરમ કરો, તેના પર આ કબાબ સહેજ બ્રાઉન થાય ત્યાં સુધી શેકો. શેકતી વખતે તમે તેલનો ઉપયોગ કરી શકો છો.

Photo Credit : Social Media

કબાબ ચટણી સાથે સર્વ કરો

ગરમા ગરમ વેજિટેબલ કબાબ લીલી અને લાલ ચટણી સાથે સર્વ કરો. સવારે અને સાંજના નાસ્તા માટે આ સ્વાદિષ્ટ નાસ્તો છે.

Photo Credit : Social Media