અનુષ્કા શર્મા સાથે વૃંદાવનના બાબા નીબ કરૌરી આશ્રમમાં પહોંચ્યો વિરાટ કોહલી

Jan 06, 2023, 11:48 PM

ભારતનો સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી હાલમાં જ વૃંદાવન પહોંચ્યો છે. તેની સાથે પત્ની અનુષ્કા શર્મા અને પુત્રી વામિકા પણ હતી

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા નીબ કરૌરીમાં ઘણી આસ્થા રાખે છે. તે તેમના નૈનીતાલવાળા આશ્રમમાં પણ જાય છે.

નીબ કરૌરી આશ્રમમાં વિરાટ પોતાના પરિવાર સાથે લગભગ એક કલાક રહ્યો હતો અને ધ્યાન કર્યું હતું.

વિરાટ અને અનુષ્કાએ લોકો સાથે તસવીર પણ ખેચાવી હતી. 

વૃંદાવનમાં વિરાટ અને અનુષ્કાને ત્યાંના લોકોએ ઘણો આદર અને પ્રેમભાવ આપ્યો હતો. 

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા નીબ કરૌરીમાં ઘણી આસ્થા રાખે છે. તે તેમના નૈનીતાલવાળા આશ્રમમાં પણ જાય છે.