ભારતીયો વિદેશ ફરવા જવાના બહુ શોખીન છે. અહી એવા દેશ વિશે જણાવી રહ્યા છે જ્યાં તમે વિઝા વગર 50 હજારથી ઓછા બજેટમાં યુરોપ જેવા વિદેશ પ્રવાસની મજા માણી શકો છો.
ભારતીયો વિદેશ ફરવા જવાના બહુ શોખીન છે. જો કે ઘણી વખત વીઝા ન મળવાને કારણ કે પૈસા ન હોવાથી વિદેશ ફરવા જઇ શકતા નથી. જો કે વિદેશમાં ઘણા એવા સ્થળો છે જ્યાં ઓછા ખર્ચે ફોરેન ટુરનો આનંદ માણી શકાય છે.
અહીં આવા જ સૌથી સસ્તા વિદેશ પ્રવાસના સ્થળો વિશે જણાવી રહ્યા છે, જ્યાં જવા માટે વિઝાની જરૂર પડતી નથી. આ દેશોમાં તમે 50 હજારથી ઓછા ખર્ચે યુરોપ જેવા વિદેશ પ્રવાસની મજા જાણી શકો છો. ઉપરાંત ફ્લાઇટમાં 3 થી 4 કલાકમાં આ સ્થળે સરળતાથી પહોંચી શકાય છે.
આ દેશનું નામ છે કઝાકિસ્તાન, જ્યાં ભારતથી લગભગ 3 થી સાડા 3 કલાકનો વિમાન પ્રવાસ કરી પહોંચી શકાય છે. કઝાકિસ્તાન ભારતીયો પ્રવાસીઓને વિઝા વગર પોતાના દેશમાં આવવાની મંજૂરી આપે છે.
કઝાકિસ્તાન જવા માટે દિલ્હીથી સીધી ફ્લાઇટ સુવિધા ઉપલબ્ધ છે. અન્ય દેશોની તુલનામાં કઝાકિસ્તાનમાં ફરવું અને રહેવું બહું સરળ છે. ભારતીયોએ માત્ર પાસપોર્ટ લઇ કઝાકિસ્તાન જવાનું રહેશે. કઝાકિસ્તાનની સરકાર ભારતીય નાગરિકોને 14 દિવસ માટે વિઝા વગર પોતાનાના દેશમાં રહેવાની મંજરી આપે છે.
આ સાથે તમે 180 દિવસની અંદર 3 વખત 14 - 14 દિવસ માટે ટુરિસ્ટ કે બિઝનેસ વિઝા સંબંધિત કામકાજ માટે કઝાકિસ્તાનમાં રહી શકો છો. પરંતુ દર વખતે 14 દિવસની મુદ્દત સમાપ્ત થવાની પહેલા જ કઝાકિસ્તાન છોડી દેવું પડશે. અલબત્ત આ સમયગાળા દરમિયાન તમને નોકરી જવાની મંજૂરી મળશે નહીં.
અલ્માટી કઝાકિસ્તાનનું સૌથી મોટું શહેર છે, જે પોતાની જીવંત સંસ્કૃતિ અને પહાડી પૃષ્ઠભૂમિ માટે પ્રખ્યાત છે. અલ્માટીના અન્ય આકર્ષણોમાં કોક ટોબે હિલ, બિગ અલ્માટી લેક અને મેડુ સ્કેટિંગ રિંક અને સ્કી રિસોર્ટ વગેરે છે.
લેક કૈંડી કઝાકિસ્તાનની સૌથી પ્રખ્યાત કુદરતી અજાયબી પૈકીની એક છે. દૂર થી જોતા આ તળાવમાં અજીબો ગરીબ રીતે લાકડાના દંડા નીકળતા દેખાશે, જે હકીકતમાં ઝાડની ડાળખીઓ છે. આ તળાવ જોવા દૂર દૂરથી લોકો અહીં આવે છે.
કઝાકિસ્તાનના મુખ્ય આકર્ષણોમાં એક બેયટેરેક ટાવર પણ છે, જ્યાંથી શહેરનું નયનરમ્ય દ્રશ્ય જોવા મળે છે. આ 300 ફુટ ઉંચા ટાવરની ટોચ પર સોનેરી રંગના ઇંડાની પ્રતિકૃત બનેલી છે.
મંગિસ્ટાઉ કોઇ સામાન્ય રણ વિસ્તાર નથી. હકીકતમાં અદભુત કુદરતી દ્રશ્ય છે. અહીં શિયાળામાં પ્રવાસીઓની ભારે ભીડ લાગે છે.