વોટ્સએપ ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી મોબાઇલ એપ્લિકેશન છે. ફોન કોલ કરતા વોટ્સએપ મેસેજ અને વોટ્સએપ વીડિયો કોલ વધારે થાય છે.
વોટ્સએપ મારફતે મોબાઇલ યુઝર્સ મેસેજ મોકલવા અને રિસિવ કરવા, વીડિયો ફોટો અને ડોક્યુમેન્ટ શેર કરવા જેવી જરૂરી કામગીરી કરી શકે છે. જો કે, ઘણી વખત એવું બને છે કે આપણે કોઈને જરૂરી ડોક્યુમેન્ટ અથવા ફાઇલ મોકલવી પડે છે પરંતુ આપણે તેનો નંબર સેવ કરવા માંગતા નથી.
તમે જાણો છો કે એક સરળ ટ્રીક પણ છે જેના વડે તમે નંબર સેવ કર્યા વગર યુઝર વોટ્સએપ મેસેજ મોકલી શકે છે.
આજે અમે તમને એક એવી રીત જણાવવા જઈ રહ્યા છીએ જેના વડે તમે મોબાઇલ નંબર સેવ કર્યા વગર વોટ્સએપ પર યુઝરને મેસેજ મોકલી શકો છો.
સૌથી પહેલા તમારા એન્ડ્રોઇડ અથવા આઇઓએસ ડિવાઇસ પર WhatsApp એપ ઓપન કરો.
હવે તમે વોટ્સએપ પર જે મોબાઇલ નંબર પર મેસેજ મોકલવા માંગો છો તે મોબાઇલ નંબર કોપી કરો.
મોબાઇલ સ્કીન પર સૌથી નીચે આપેલા ન્યુ ચેટ બટન (+) પર ટેપ કરો અને પછી વોટ્સએપ કોન્ટેક્ટ્સમાં તમારા નામ પર ટેપ કરો.
હવે તમારા નામ વાળી ચેટમાં મોબાઇલ નંબર પેસ્ટ કરો અને સેન્ડ કરો
હવે ચેટ માં જાઓ અને મોબાઇલ નંબર પર ટેપ કરો, જે યુઝરનો મોબાઇલ નંબર છે અને જો તે વોટ્સએપ પર છે, તો તમને ટેપ કરવા પર ચેટનું ઓપ્શન દેખાશે.
આ દરમિયાન ચેટ ઓપ્શન પર ટેપ કરો અને તમે ફોનમાં કોઈ પણ મોબાઇલ નંબર સેવ કર્યા વગર મેસેજ મોકલી શકો છો.