વોટ્સએપ ભારતમાં સૌથી વધુ વપરાતી મોબાઇલ એપ છે. મેસેજ ચેટ, વોઇસ કે વીડિયો કોલ, ફોટો અને ડોક્યુમેન્ટની આપલે કરવા માટે વોટ્સએપનો ઉપયોગ કરવામાં આવે છે.
વોટ્સએપમાં મેસેજ, ચેટ અને ડોક્યુમેન્ટમાં ઘણા મહત્વના હોય છે. કેટલીકવાર મોબાઇલ હેંગ થવો, ખોવાઇ જવો કે ટેકનિકલ કારણસર વોટ્સએપ ચેટ ડિલિટ થઇ જાય છે.
અમુક વખત મોબાઇલ બદલવા સમયે પણ વોટ્સએપ મેસેજ ડિલિટ થવાની સંભાવના રહે છે. આવી મુશ્કેલીથી બચવા અહીં ડિલિટ વોટ્સએપ ચેટ રિકવર કરવાની રીત જણાવી છે.
એન્ડ્રોઇડ ફોનમાં વોટ્સએપ પોતે જ સ્માર્ટફોનના સ્ટોરેજમાં લોકલ બેકઅપ બનાવે છે. આ સુવિધાનો ઉપયોગ કરી તમે ડિલિટ વોટ્સએપ મેસેજ રિકવર કરી શકો છો.
સૌથી પહેલા સ્માર્ટફોનના ફાઇલ મેનેજરમાં જાઓ અને /WhatsApp/Databases ફોલ્ડર ઓપન કરો.
લેટેસ્ટ બેકઅપ ફાઇલનું નામ બદલી msgstore.db.crypt14 કરી દો.
હવે WhatsApp અનઇન્સ્ટોલ કર્યા બાદ ફરી ઇન્સ્ટોલ કરો.
વોટ્સએપ એપ્લિકેશન સેટઅપ કરતી વખતે Restore વિકલ્પ પસંદ કરો.