ગુજરાતના 'નાથ' ભૂપેન્દ્ર પટેલ કોણ છે?
Dec 12, 2022
Ankit Patel
ભૂપેન્દ્ર પટેલનો જન્મ 15 જુલાઇ 1962ના રોજ અમદાવાદમાં થયો હતો
1982માં તેમણે અમદાવાદમાં સિવિલ એન્જીનિયરિંગમાં ડિપ્લોમાં કર્યું હતું
તેઓ રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ સાથે પણ જોડાયેલા રહ્યા છે. સરદારધામ વિશ્વ પાટીદાર સંસ્થાના ટ્રસ્ટી પણ છે
ઘણા રાજનીતિક વિશ્લેષક તેમને આનંદીબેન પટેલના શિષ્ય પણ માને છે
ઘાટલોડિયા સીટ જીતીને 2017માં ભૂપેન્દ્ર પટેલ પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા
તેઓ 2008થી 2010 વચ્ચે અમદાવાદ નગર નિગમ (AMC)ના સ્કૂલ બોર્ડના ઉપાધ્યક્ષ પણ રહ્યા હતા.
તેઓ 2010 અને 2015 વચ્ચે એએમસીની સ્થાયી સમિતિના અધ્યક્ષ રહ્યા હતા.
2015થી 2017 વચ્ચે ઔડા(AUDA)ના અધ્યક્ષના રુપમાં કામ કર્યું હતું
તેઓ આધ્યાત્મિક ગતિવિધિઓ સાથે-સાથે ક્રિકેટ અને બેડમિન્ટન જેવી રમત રમવાનું પસંદ કરે છે.
ગુજરાતના 23માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વ્યવસાયે બિલ્ડર છે
ભૂપેન્દ્ર પટેલને લોકો પ્રેમથી 'દાદા' પણ કહે છે