ભારતમાં જમીન ખરીદવી દરેક વ્યક્તિનું સપનું હોય છે. ભારતમાં જમીનના ભાવ આકાશને આંબી રહ્યા છે. દરેક રાજ્ય દરેક શહેરમાં જમીન ઘટી રહી છે. દિલ્હી - મુંબઇ જેવા મેટ્રો સિટીમાં તો બહુ ઓછી ખાલી જમની બચી છે, જે ખરીદી શકાય છે.
આવા સ્થિતિમાં જમીન ખરીદવાનું સપનું માત્ર સપનું બનીને રહી જશે. પરંતુ શું તમે જાણો છો ભારતમાં સૌથી મોટો જમીન માલિક કોણ છે? ચાલો જાણીયે ભારતમાં કોની પાસે સૌથી વધુ જમીન છે.
તમને જણાવી દઇયે કે, ભારતમાં સૌથી વધુ જમીન ભારત સરકાર પાસે છે. ગવર્મેન્ટ લેન્ડ ઇન્ફોર્મેશન સેન્ટર (GLIS)ની વેબસાઇટ પર ઉપલબ્ધ આંકડા મુજબ ફેબ્રુઆરી 2021 સુધી ભારત સરકાર પાસે 16,531 સ્કેવર કિલોમીટર જમીનની માલિકી છે.
ભારત સરકાર પાસે આ જમીન 51 મંત્રાલયો અને 116 જાહેર ક્ષેત્રની કંપનીઓ પાસે છે. આ જમીનમાંથી સૌથી વધુ જમીન ભારતીય રેલવે પાસે છે. બીજા ક્રમે રક્ષા મંત્રાલય, ત્રીજા ક્રમે કોલસા મંત્રાલય, ચોથા ક્રમે ઊર્જા મંત્રાલય, પાંચમા ક્રમે ભારે ઉદ્યોગ અને છઠ્ઠા ક્રમે શિપિંગ મંત્રાલય છે.
ભારતમાં સૌથી વધુ જમીન માલિકની યાદીમાં બીજા ક્રમે કેથોલિક ચર્ચ ઓફ ઈન્ડિયા છે. તે ભારતમાં હજારો ચર્ચ, ટ્રસ્ટ ચેરિટેબલ સોસાયટી, શાળા કોલેજ અને હોસ્પિટલનું સંચાલન કરે છે.
હકીકતમાં, 1972માં ઈન્ડિયન ચર્ચેઝ એક્ટ બાદ કેથોલિક ચર્ચને મોટા પ્રમાણમાં જમીન મળી હતી. તેની સ્થાપના બ્રિટિશ રાજ દ્વારા ખિસ્ત્રી ધર્મના પ્રચાર માટે કરવામાં આવી હતી. એક અંદાજ મુજબ કેથોલિક ચર્ચની કુલ જમીનની કિંમત એક લાખ કરોડ રૂપિયાથી વધુ છે.
ભારતમાં ત્રીજા સૌથી મોટા જમીન માલિક વકફ બોર્ડ છે. વક્ફ બોર્ડ દેશભરમાં હજારો મસ્જિદ, મદરેસા, કબ્રસ્તાન વગેરેનું સંચાલન કરે છે. હકીકતમાં વક્ફ બોર્ડ એવી સંસ્થા છે,જે દાનમાં આપેલી જમીનનું સંચાલન કરે છે. ઇસ્લામના અનુયાયી જ્યારે પોતાની કોઇ ચલ કે અચલ સંપત્તિ જકાતના રૂપમાં દાન કરે છે, તો તે સંપત્તિને વકફ કહેવાય છે.
જકાત તરીકે આપ્યા બાદ આ સંપત્તિ અલ્લાહની સંપત્તિ માનવામાં આવે છે અને તેના પર કોઇનો માલિકી હક હોતો નથી. આ સંપત્તિની દેખરેખ વક્ફ બોર્ડ કરે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર વક્ફ બોર્ડ પાસે 8 લાખથી વધારે ચલ - અચલ સંપત્તિ છે.