Apr 14, 2025

ગુજરાતનું આ હિલ સ્ટેશન છે મીની સાપુતારા, અંગ્રેજ અધિકારી પરથી પડ્યું નામ

Ajay Saroya

ગુજરાતના હિલ સ્ટેશન

ગુજરાતનું સાપુતારા હિલ સ્ટેશન સૌથી વધુ પ્રખ્યાત છે. તે સિવાય પણ અમુક હિલ સ્ટેશન ફેમસ છે, જેનું કુદરતી સૌંદર્ય જોઇ પ્રવાસીઓ આશ્ચર્ય પામે છે. ગુજરાતમાં આવું જ એક હિલ સ્ટેશન છે જેનું નામ અંગ્રેજ અધિકારીના નામ પરથી પડ્યું છે.

Source: social-media

વિલ્સન હિલ્સ

વિલ્સન હિલ સ્ટેશન ગુજરાતનું વલસાડ તાલુકાના ધરમપુર તાલુકામાં આવેલું છે. ઉંચા પહાડ, લીલાછમ જંગલ, પક્ષીઓનો કલરવ પ્રવાસીઓના મનને શાંતિ આપે છે.

Source: social-media

વિલ્સન હિલ્સ મીની સાપુતારા

વિલ્સન હિલ દરિયાની સપાટીથી 2500 ફુટની ઉંચાઇ પર આવેલું હોવાથી અહીં ઉનાળામાં પણ ગરમી લાગતી નથી. વિલ્સન હિલને મિની સાપુતારા પણ કહેવાય છે.

Source: social-media

અંગ્રેજ અધિકારી પરથી નામ પડ્યું

વિલ્સન હિલ સ્ટેશનનું નામ મુંબઇના ગવર્નર અંગ્રેજ અધિકારી લોર્ડ વિલ્સન પરથી પડ્યું છે. વિલ્સન હિલ્સનું નિર્માણ લોર્ડ વિલ્સન અને ધરમપુરના છેલ્લા રાજા વિજય દેવજી દ્વારા કરવામાં આવ્યું હતું.

Source: social-media

વિલ્સન હિલ જોવાલાયક સ્થળ

વિલ્સન હિલ સ્ટેશન પર ઘણા જોવાલાયક સ્થળો છે. જેમા પંગરબારી વન્યજીવ અભ્યારણ, બરુમલ શિવ મંદિર, લેડી વિલ્સન મ્યુઝિયમ, નેચરલ હિસ્ટરી ગેલેરી, ડોલ વિભાગ, ફિલાટેલિક અને આર્મ્સ વિભાગ મુખ્ય આકર્ષણો છે.

Source: social-media

વિલ્સન હિલ પર ટ્રેકિંગની મજા

સહ્યાદ્રિ પર્વતમાળાના ખોળામાં આવેલી વિલ્સન હિલ્સ પ્રકૃતિ પ્રેમીઓ માટે સ્વર્ગ સમાન છે. ઉંચા પહાડ, લીલાછમ વૃક્ષોનું બનેલું જંગલ, વિવિધ પક્ષીઓ જોવા મળે છે. ઉંચા પર્વત પર પ્રવાસીઓ ટ્રેકિંગની પણ મજા માણી શકે છે.

Source: social-media

પહાડ અને દરિયો એક સાથે જોવા મળશે

ભારતમાં બહુ ઓછા હિલ સ્ટેશન છે જ્યાંથી દરિયો દેખાય છે. વિલ્સન હિલ સ્ટેશનથી તિથલ બીચ નજીક છે. વિલ્સન હિલ તેમાનું એક છે જ્યાં પ્રવાસીઓ દરિયા અને પર્વતનો નજારો જોવાની મજા માણી શકે છે. ચોમાસાના વરસાદમાં વિલ્સન હિલ્સ સોળે કળાએ ખીલી ઉઠે છે.

Source: social-media

વિલ્સન હિલ સ્ટેશન કેવી રીતે પહોંચવું

વિલ્સન હિલ સ્ટેશન વાયા સુરત વલસાડ થઇ પહોંચી શકાય છે. સૌથી નજીકનું રેલવે સ્ટેશન વલસાડ છે, જે 55 કિમી દૂર આવેલું છે. મુંબઇ જતી ટ્રેનો વલસાડ થઇ જાય છે. સૌથી નજીકનું વિમાનમથક સુરત એરપોર્ટ 130 કિમી દૂર છે. અમદાવાદથી વિલ્સન હિલ સ્ટેશન 365 કિમી દૂર છે.

Source: social-media

સાપુતારા હિલ સ્ટેશન

વિલ્સન વિલ સ્ટેશનની સૌથી નજીક સાપુતારા હિલ સ્ટેશન છે, જે 72 કિમી દૂર આવેલું છે.

Source: social-media

Source: freepik