શિયાળામાં બાઇક કે સ્કૂટી સ્ટાર્ટ કરવામાં મુશ્કેલી પડે છે. ખાસ કરીને સવારે ઠંડીના કારણે કાર હોઇ કે બાઇક ઝડપથી સ્ટાર્ટ થતા નથી. જો તમે પણ આ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છો આ 7 ટીપ્સ તમને મદદરૂપ થશે. શિયાળામાં એક જ કીકમાં બાઇક સ્ટાર્ટ થઇ જશે.
શિયાળાની ઠંડીમાં બેટરી ઝડપથી ડાઉન થઇ જાય છે, જેના કારણે બાઇક સ્ટાર્ટ થતી નથી. બેટરી ઝડપથી ડિસ્ચાર્જ થઇ શકે છે અને તેની અસર બાઇકના પર્ફોર્મન્સ પર પણ થાય છે. આથી શિયાળામાં બેટરી ફુલ ચાર્જ છે કે નહીં તે તપાસ. જો બેટરી જૂની થઇ ગઇ હોય તો નવી બેટરી લગાવી લો.
બાઇક હોય કે કાર એન્જિન ઓઇલ નિયમિત બદલાવી લેવું જોઇએ. એન્જિન ઓઇલ ઘટ્ટ કે કાળું પડી ગયુ હોય તો તરત જ નવું એન્જિન ઓઇલ પુરાવી લો. એન્જિન ઓઇલ સારું હશે તો બાઇક સારી માઇલેજ આપશે. સિન્થેટિક ઓઇલ શિયાળાની ઠંડીમાં સારું પર્ફોર્મન્સ આપે છે.
મોંઘી બાઇકમાં પણ કુલેંટનું ફીચર આવે છે. કુલેંટ એન્જિન ઠંડુ રાખવાનં કામ કરે છે. કુલેંટનું પ્રમાણ ઓછું હશે તો એન્જિન ઝડપથી ગરમ થશે અને એન્જિન જામ પણ થઇ શકે છે. આથી કુલેંટ ચેક કરો અને જરૂરી લાગે તો નવું કુલેંટ લગાવો. કુલેંટનું પ્રમાણ યોગ્ય રાખવાથી એન્જિન સુરક્ષિત રહે છે.
બાઇકના સ્પાર્ક પ્લગની સફાઇ જરૂરી છે. કાર્બન જામી જવાથી સ્પાર્ક પ્લગ બરાબર કામ કરતું નથી અને બાઇક સ્ટાર્ટ કરવામાં મુશ્કેલ પડે છે. સ્પાર્ક પ્લગ બહુ જૂનું થઇ ગયું હોય તો નવો પ્લગ લગાવી લો.
શિયાળો કોઇ કે ચોમાસું દરેક ઋતુમાં બાઇક બરાબર ચાલે તેની માટે નિયમત સર્વિસ કરાવવી જરૂરી છે. સમયાંતર બાઇકની સર્વિસ કરાવો. તેનાથી બાઇકના પાર્ટ્સ બરાબર કામ કરે છે અને સારું પર્ફોર્મન્સ આપે છે.
શિયાળામાં ટુ વ્હીલરની પેટ્રોલ ટેન્ક ફુલ રાખવી જોઇએ. પેટ્રોલ ઓછું હશે તો ટેન્કની અંદર ઝાકળ જામવા લાગે છે, જે પેટ્રોલમાં મિક્સ થતા એન્જિનને નુકસાન પહોંચાડી શકે છે. આથી શિયાળાની ઠંડીમાં પેટ્રોલ ટેન્ક ફુલ રાખવાથી બાઇક સ્ટાર્ટ કરવામાં મુશ્કેલી પડતી નથી.
શિયાળાની ઠંડીમાં બાઇક પણ ઝડપથી ઠરી જાય છે. આથી શિયાળામાં બાઇકને કવર વડે ઢાંકી રાખવી જોઇએ.