વિશ્વના 7 અદભૂત અને આકર્ષક સ્થળો, પણ તમે ફરવા નહી જઇ શકો

Jul 16, 2023, 10:21 AM

નોર્થ સેન્ટિનલ આઇલેન્ડ, આંદામાન

સેન્ટીનેલીઝ, જેઓ આ ટાપુની મૂળ વસ્તી છે, તેઓ હજીથી આદિમાનવ સંસ્કૃતિમાં જીવન જીવી રહ્યા છે. અહીંયાના ત્રણ-માઇલના વિસ્તારમાં બહારની વ્યક્તિઓના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ છે.

સ્નેક આઇલેન્ડ અથવા ક્વિમાડા ગ્રાન્ડે, બ્રાઝિલ

અહીંયા જે સાપ રહે છે તે વિશ્વના સૌથી ઘાતક સાપ છે. બ્રાઝિલની સરકાર ખાસ  આ કારણોસર આ ટાપુ પર ફરવા જતા પ્રવાસીઓને અટકાવે છે

હર્ડ આઇલેન્ડ વોલ્કેનો, ઓસ્ટ્રેલિયા

એલિયન વનસ્પતિ અને પ્રાણીઓનો સંપૂર્ણ અભાવ, તેમજ માનવીય પ્રભાવ, હર્ડ અને મેકડોનાલ્ડને, વિશ્વની કેટલીક પ્રાચીન ટાપુ ઇકોસિસ્ટમમાંની એક છે, યુનેસ્કો મુજબ આ બાબતોથી તે અદ્વિતીય મહત્વ ધરાવે છે.

નોર્થ બ્રધર આઇલેન્ડ, યુનાઇટેડ સ્ટેટ્સ

નોર્થ બ્રધર આઇલેન્ડના તમામ અવશેષો ક્ષીણ થવાની ગંભીર સ્થિતિમાં હોવાથી, પૂર્વ મંજૂરી વગરા પ્રવેશ પર પ્રતિબંધ છે.

ફ્રાન્સની Lascaux ગુફા

ફૂગના ઉપદ્રવને કારણે ગુફાઓને સામાન્ય લોકો માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે, કેટલાક વૈજ્ઞાનિકો સિવાય દર મહિને થોડા સમય અમુક જ લોકોને માટે પ્રવેશની મંજૂરી આપવામાં આવે છે.

ચીનમાં કિન શી હુઆંગની કબર

પ્રાચીન કબ્રસ્તનાન પ્રત્યે આદર દર્શાવવા માટે મકબરો જાહેર જનતા માટે બંધ છે.

સર્ટ્સે આઇલેન્ડ, આઇસલેન્ડ

55 વર્ષ પહેલાં 1963માં જ્વાળામુખી વિસ્ફોટને કારણે આઇસલેન્ડમાં સર્ટ્સે ટાપુ બન્યો હતો. આ ટાપુને હવામાંથી જોઈ શકાય છે પરંતુ ફક્ત સંશોધકોની મુલાકાત માટે જ ત્યાં જવાની મંજૂરી અપાય છે.