વિશ્વ બચત દિવસ દર વર્ષે 30 ઓક્ટોબરે ઉજવાય છે. આ દિવસ બચતના મહત્વને પ્રોત્સાહન આપવાનો છે. અહીં બચત કરવાની 10 સરળ અને અસરકારક રીત જણાવવામાં આવી છે.
ઘર ખર્ચનું બજેટ બનાવો અને તેને વળગી રહો. બજેટ બનાવવાથી આવક અને ખર્ચની સમીક્ષા કરવી સરળ રહે છે. બજેટ બનાવવાથી ખર્ચ બાદ વધેલા પૈસાનું આયોજન કરવાનું સરળ બને છે.
બિનજરૂરી ખર્ચ બચતને ખાઈ જાય છે. તેથી બિનજરૂરી ખર્ચ કરવાનું ટાળો. જ્યાં જેટલી જરૂર હોય તેટલા પૈસા ખર્ચ કરો. કોઇ દેખાદેખી કે ઉત્સાહમાં આવી ખર્ચ કર્યા બાદ પછતાવાનો વારો આવે છે.
ઘણા લોકોને દર વિકેન્ડમાં બહાર જમવા જવાની ટેવ હોય છે, જે ખિસ્સા પર ભારે પડે છે. આથી દર શનિ રવિ હોટેલમાં જમવાના બદલે ઘરે જ તમારી મનપસંદ વાનગી બનાવો. મહિનામાં એક વખત હોટેલમાં જમા જવાનો નિયમ બનાવો.
પૈસા બચાવવા માટે તમે જાહેર પરિવહન સુવિધાનો ઉપયોગ કરી શકો છો. પેટ્રોલ ડીઝલ ભાવ વધવાતી પર્સનલ કાર કે કાર ચલાવવી ઘણી વખત મોંઘી પડે છે.
ફેસ્ટિવલ સેલ અને સ્કીમમાં ખરીદી કરવાનું રાખો. ડિસ્કાઉન્ટ ઓફર અને કેશ બેક મેળવી ઓછી ખર્ચે વસ્તુ ખરીદીને પૈસા બચાવી શકાય છે.
ઘરમાં બિનજરૂરી પંખા, લાઇટ અને એસી ચલાવવાનું ટાળો. ઓછી વીજળી વાપરવાથી લાઈટ બિલ ઓછું આવશે. આમ ઓછી વીજળી વાપરી લાઈટ બિલમાં મોટી બચત કરી શકાય છે.
પૈસાની બચત કરવાની સાથે તેનું સુરક્ષિત રોકાણ કરવાથી ઉંચુ વળતર મેળવી શકાય છે. આથી પોસ્ટ ઓફિસની બચત યોજના, બેંક એફડી, બચત વીમો અને જો તમને જાણકારી હોય તો શેરબજારમાં પણ રોકાણ કરી શકો છો.
મોટાભાગના લોકો પાસે આવક અને કમાણીનો એક સ્ત્રોત હોય છે. આથી નોકરી કરવાની સાથે સાથે તમે ફાજલ સમયમાં આવક થાય તેવા પાર્ટ કામ કરી શકાય છે.
ક્રેડિટ કાર્ડનો સમજપૂર્વક ઉપયોગ કરવો જરૂરી છે નહીંત્તર દેવાના ડુંગળ નીચે દબાઇ જશો. ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટ પર સમયસર કરવાનું રાખો.
મેડિક્લેમ અને ટર્મ ઈન્સ્યોરન્સ પોલિસી આજના અનિશ્ચિત સમયમાં મોટી રાહત આપે છે. મેડિક્લેમ શરૂઆતમાં મોંઘો લાગે છે પણ આકસ્મીક મેડિકલ ખર્ચ આવે ત્યારે બહુ ઉપયોગી બને છે. તેવી જ રીતે ટર્મ ઈન્સ્યોરન્સ પણ તમારી ગેરહાજરીમાં તમારા પરિવારને મોટી નાણાકીય મદદ કરે છે.