Xiaomi 14 Pro: પ્રથમ Snapdragon 8 Gen 3 ફોન, જાણો ફીચર્સ સહીત તમામ વિગત
Xiaomi 14 Pro એ વિશ્વનો પહેલો ફોન છે જેમાં Qualcomm ની લેટેસ્ટ ચિપસેટ - Snapdragon 8 Gen 3 આવે છે.
તેમાં 6.73-ઇંચની 120Hz LTPO AMOLED સ્ક્રીન છે જેની ટોચની બ્રાઇટનેસ 3000 nits છે. સ્ક્રીન લોંગજિંગ ગ્લાસ દ્વારા સુરક્ષિત છે, જે Xiaomi કહે છે કે ગોરિલા ગ્લાસ વિક્ટસ 2 કરતાં વધુ કઠિન છે.
IP68 પાણી અને ધૂળ-પ્રતિરોધક (dust resistance) ફોન Android 14 બેઝડ HyperOS પર ચાલે છે અને 16GB રેમ અને 1TB સ્ટોરેજ સાથે આવે છે.
રિયરમાં, તમને 50MPનો પ્રાથમિક કેમેરા 50MP અલ્ટ્રાવાઇડ લેન્સ અને 50MP ટેલિફોટો લેન્સ સાથે મળે છે.
તે 4,800mAh બેટરી દ્વારા સંચાલિત છે જે 120W ફાસ્ટ ચાર્જિંગ અને 50W વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરે છે.
Xiaomi 14 Pro ના બેઝ વેરિઅન્ટ, જે 12GB RAM અને 256GB સાથે આવે છે તેની કિંમત CNY 4,999 (અંદાજે રૂ. 57,000) છે.