ભારતમાં ફરવા માટે ઘણા સ્થળો છે. વાદળ સાથે વાત કરતા ગગનચુંબી પર્વત, ઝરણાં, નદી કિનારા અને સુંદર દરિયા કિનારાના બીચ છે. ઘણા લોકોને દરિયા કિનારે ફરવા જવું વધારે ગમે છે. અહીં વર્ષ 2024ના ભારતના ટોપ 7 બીચ અને આકર્ષણો વિશે જાણકારી આપવામાં આવી છે.
અંદમાન નિકોબારના હેવલોક ટાપુ પર સ્થિત રાધાનગર બીચ સફેદ રેતી અને કાચ જેવા પાણી માટે જાણીતો છે. તેને ભારતનું માલદીવ પર કહેવાય છે. 2004માં ટાઇમ્સ દ્વારા એશિયાનું બેસ્ટ બીચ જાહેર કરવામાં આવ્યું હતું.
મરિના બીચ ચેન્નાઈનું સુંદર બીચ છે. મરિના બીચ ભારતના સૌથી લાંબા બીચ પૈકીનો એક છે.
વર્કા બીચ સાઉથ ગોવાનું એક શાંત અને સુંદર બીચ, જે તેના સૂર્યાસ્ત આકર્ષક નજારા માટે જાણીતો છે
કેન્ડોલિમ બીચ ગોવામાં કેલાંગુટ બીચની દક્ષિણે અને સિંકવેરિમની ઉત્તરે આવેલું છે. કેન્ડોલીમ બીચ તેની નાઇટલાઇફ અને વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી માટે જાણીતું છે.
કોવલમ બીચ દેશ વિદેશમાં પ્રખ્યાત કેરળનો સુંદર દરિયા કિનારો છે. આ બીચ દરિયાના સુંદર પાણી અને સફેદ રેતી માટે પ્રખ્યાત છે. અહીં પ્રવાસીઓ વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટીની મજા માણે છે.
રામચંડી બીચ ઓડિશાના કોણાર્કથી નજીક આવેલું છે. આ લીચ આકર્ષક કુદરતી સૌંદર્ય, અદભુત સૂર્યાસ્ત અને વોટર સ્પોર્ટ્સ માટે જાણીતું, આ બીચ આરામ અને એડવેન્ચર માટે બેસ્ટ પ્રવાસ સ્થળ છે.
કેરળના વરકલા બીચનું બીજું નામ પાપનાસમ બીચ છે. આ બીચનું પાણી ખનીજ તત્વોને પ્રખ્યાત છે. આ બીચ પર ખડકો, સોનેરી રેતી અને સનસેટનો નજારો અદભૂત હોય છે છે.