પાણીપુરીના બધા ફ્લેવરના પાણીને ટક્કર મારે એવું એક વાર ટ્રાય કરો આ રજવાડી પાણી

Feb 23, 2026, 02:04 PM
Photo Credit : instagram

નાનાથી લઈને મોટા લોકો પાણીપુરી ખાવાનું ખુબ પસંદ કરતા હોય છે. માર્કેટમાં વિવિધ ફ્લેવરના પાણીવાળી પકોડી મળે છે.

Photo Credit : instagram

જોકે, આ બધી ફ્લેવરને પણ ટક્કર મારે એવું રજવાડી પાણી ઘરે બનાવી શકો છો. આ પાણી બનાવવું એકદમ સરળ છે. તો રેસીપી નોંધી લો.

Photo Credit : instagram

સામગ્રી

કોથમિર, ફૂદિનો, લસણ, લીલું મરચું, આંબલીનું પાણી, દહીં, ખાંડ, 1/2 ટી સ્પૂન સંચળ, સ્વાદ પ્રમાણે મીઠું, 1/2 ટી સ્પૂન જીરા પાઉડર, 1 ચમચી ચાટ મસાલો, 1/2 ટી સ્પૂન લાલ મરચું પાઉડર

Photo Credit : instagram

ધાણા-ફુદીનાની પેસ્ટ

સૌથી પહેલા લીલા ધાણા અને ફૂદિનાને સારી રીતે ધોઈને કટ કરી એક મીક્સર જારમાં લઈશું. તેમાં સુંકા લસણની 7-8 કળિયો, બે ત્રણ લીલા મરચાં નાખો.

Photo Credit : instagram

આંબલીનું પાણી ઉમેરીશું

હવે મીક્સર જારમાં આંબલીનું પાણી ઉમેરીશું અને સારી રીતે પેસ્ટ તૈયાર કરીશું. એકદમ ફાઈન પેસ્ટ તૈયાર કરવાની છે.

Photo Credit : instagram

દહીં ખાંડની પેસ્ટ

હવે એજ મીક્સર જારમાં એક કપ દહીં લઈને સ્વાદ પ્રમાણે ખાંડ લઈશું અને પેસ્ટ તૈયાર કરીશું.

Photo Credit : instagram

બંને પેસ્ટને મીકસ્ કરીશું

હવે એક બાઉલમાં ધાણા ફુદિનાની પેસ્ટ અને દહીં ખાંડની પેસ્ટ કાઢીશું અને સારી રીતે મીક્સ કરીશું.

Photo Credit : instagram

મસાલા કરીશું

હવે આ મીશ્રણમાં સ્વાદ પ્રમાણે મીઠું, 1/2 ટી સ્પૂન સંચળ, લાલમરચું, જીરા પાઉડર, 1 ચમચી ચાટ મસાલો ઉમેરીને સારી રીતે મીક્સ કરીશું.

Photo Credit : instagram

રજવાડી પાણી તૈયાર

હવે આ મીક્સરને ગાળી લઈશું અને તેમાં ઠંડુ પાણી ઉમેરીને સર્વ કરીશું. આ તૈયાર થશે તમારું પાણીપુરીનું રજવાડી પાણી.

Photo Credit : instagram