બાળકોના નખરાને પુરા કરશે આ મજેરાદર પેરી પેરી પોટેટો ચિપ્સ

જ્યારે પણ આપણને ઘરે બટાકાથી કંઈક મજેદાર બનાવવાનું મન થાય છે, ત્યારે આપણે હંમેશા આપણી યાદીમાં પોટેટો ચિપ્સની રેસીપી રાખીએ છીએ.

Jan 27, 2026, 02:32 PM
Photo Credit : freepik

પેરી પેરી પોટેટો ચિપ્સ

બાળકો ઘણીવાર બજારમાં દેખાતી રંગબેરંગી ચિપ્સ ખરીદવાની માંગ કરે છે. ત્યારે તમે ઘરે સ્વાદિષ્ટ પેરી-પેરી પોટેટો ચિપ્સ બનાવીને તેમને મનાવી શકો છો.

Photo Credit : freepik

પેરી પેરી પોટેટો ચિપ્સ

તમે તમારા બાળકો સાથે નાસ્તાના સમય માટે આ પેરી-પેરી પોટેટો ચિપ્સ સરળતાથી તૈયાર કરી શકો છો. તે ખાવામાં સ્વાદિષ્ટ હોય છે.ચાલો રેસીપી નોંધી લો.

Photo Credit : freepik

સામગ્રી

બટાકા - 4-5, તેલ - તળવા માટે, પેરી-પેરી સીઝનીંગ - 2-4 ચમચી, મીઠું - સ્વાદ મુજબ, લીંબુનો રસ - 1 ચમચી

Photo Credit : freepik

ચીપ્સ કટ કરવી

સૌપ્રથમ બટાકાને સારી રીતે છોલીને પાતળી સ્લાઈસ કરો. હવે બટાકાની પાતળી સ્લાઈસને 10 મિનિટ માટે પાણીમાં પલાળી રાખો.

Photo Credit : freepik

ચીપ્સને સુકવવી

હવે આ સ્લાઈસને પાણીમાંથી બહાર કાઢો અને કાપડા ટુવાલથી સારી રીતે સુકવી લો. ધ્યાન રાખો કે ચીપ્સમાં પાણી ન રહે

Photo Credit : freepik

ચીપ્સ તળવી

બીજી તરફ એક કઢાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય ત્યારે તેમાં પોટેટો ચીપ્સ નાખો અને ક્રન્ચી અને લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી તળો.

Photo Credit : freepik

પેરી પેરી મસાલો ભભરાવો

ગરમ બટાકાની ચિપ્સને એક મોટા બાઉલમાં મૂકો અને પેરી-પેરી સીઝનીંગ મસાલો ભભરાવો.

Photo Credit : freepik

ચીપ્સ તૈયાર

છેલ્લે, લીંબુનો રસ ઉમેરો. તૈયાર બટાકાની ચિપ્સ પીરસો અને આનંદ માણો.

Photo Credit : freepik