પૌવા વડા રેસીપી, બાળકોને ટિફિનમાં આપવા માટે બેસ્ટ નાસ્તો

Jan 05, 2026, 06:49 PM

બાળકોને દરરોજ સ્કૂલ લઇ જવા માટે નાસ્તામાં શું આપવું તેની ચિંતા હોય છો. તમે તેને પૌવા વડા આપી શકો છો.

પૌવા વડા રેસીપી

પૌવા વડા એક સરળ રેસીપી છે અને તે બાળકોને અવશ્ય પસંદ પડશે. અહીં તેની રેસીપી જણાવી રહ્યા છીએ.

પૌવા વડા સામગ્રી

પૌવા, સોજી, દહીં, બાફેલા બટાકા, લીલા મરચાં, કડી પત્તા, મીઠું, બેકિંગ સોડા, કોથમીરના પાન, તેલ, કાળા મરી પાવડર, છીણેલું આદુ.

નાસ્તામાં પૌવા વડા બનાવવા માટે સૌ પ્રથમ પૌવાને મિક્સરમાં પીસી લો. ત્યારબાદ તેને એક બાઉલમાં કાઢી લો.

તેમાં દહીં, સોજી ઉમેરો અને તેને સારી રીતે મિક્સ કરો. તેને થોડી વાર માટે તે રીતે રહેવા દો.

તે પછી તેમાં બાફેલા છૂંદેલા બટાકા ઉમેરો. તે પછી તેમાં લીલા મરચાં, છીણેલું આદુ, સમારેલા કડી પત્તા, સ્વાદ અનુસાર મીઠું, કાળા મરી પાવડર, કોથમીરના પાન અને બેકિંગ સોડા ઉમેરો.

આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરો. આ મિશ્રણ સાથે વડાને ગોળ-ગોળ આકારમાં બનાવો.

એક કડાઇમાં તેલ ગરમ કરો. તેમાં વડા ઉમેરો અને ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો. આ રીતે તમારા પૌવા વડા તૈયાર થઇ જશે.

તેને એક વાસણમાં કાઢી લો અને ગરમાગરમ સર્વ કરો. તેને સોસ કે ચટણી સાથે ખાઇ શકો છો.