રાજસ્થાની સ્ટાઇલમાં બનાવો દાલ બાટી, એકદમ સ્વાદીષ્ટ બનશે

Jan 30, 2026, 08:09 PM

દાલ બાટી રાજસ્થાનની પ્રખ્યાત વાનગી છે. જોકે તેને ગુજરાતમાં પણ ઘણી મોજથી ખવાય છે.

ઢાબાની દાલ બાટી ઘણી ટેસ્ટી હોય છે. તમે પણ આવી દાલ બાટી ઘરે બનાવી શકો છો. અહીં તેની રેસીપી જણાવી રહ્યા છીએ.

દાલ બાટી સામગ્રી

ઘઉંનો ઝીણો લોટ, મગની દાળ, મસુરની દાળ, ચણાની દાળ, તુવેરની દાળ, રવો, મીઠું, કસુરી મેથી, અજમો, તેલ, ઘી, આદુ લસણની પેસ્ટ, રાઇ, લાલ મરચું પાવડર, હળદર, ધાણાજીરું પાવડર, ગરમ મસાલો, ઝીણી સમારેલી ડુંગળી, ઝીણા સમારેલા ટામેટા, જીરુ, હિંગ, કોથમીર, લસણ, લીંબુ.

બાટી બનાવવાની રીત

એક વાસણમાં ઘઉંનો લોટ અને રવો લો અને તેમાં સ્વાદ મુજબ મીઠું, અજમો તથા કસૂરી મેથી અને ઘી કે તેલ ઉમેરી બરાબર મિક્સ કરીને કઠણ લોટ બાંધો.

લોટને 15 થી 20 મિનિટ માટે ઢાંકી રાખો. પછી લોટ ને બરાબર મસળીને સારી રીતે બાટી બનાવી લો. આ પછી બાટીને શેકી લો. તમે તેને ઘી કે તેલમાં તળી પણ શકો છો.

દાળ બનાવવાની રીત

સૌપ્રથમ બધી દાળને મિક્સ કરી તેને ધોઈને બાફો. દાળ બફાઈ ગયા બાદ હવે તેલનો વઘાર મુકી તેમાં રાઇને તતડવા દઈ તેમાં ડુંગળી, હિંગ ઉમેરીશું. ડુંગળી ગુલાબી થાય ત્યારબાદ તેમાં ટામેટુ અને બીજા બધા મસાલા ઉમેરી તેને શેકાવા દઈશું

તેલ છૂટું પડે એટલે બાફેલી દાળ નાખો અને એમાં 2 થી 4 ઉભરા આવા દો. છેલ્લે થોડો ગરમ મસાલો નાખો. આ પછી તમે તેની અંદર ધાણા નાખી સર્વ કરી શકો છો.

બાટીને નરમ બનાવવા માટે તમે તેને ઘી માં બોળી પણ શકો છો.

બન્ને તૈયાર થઇ જાય પછી ગરમાગરમ સર્વ કરી શકો છો.