બધા ભજીયા ભુલાવી દેશે આ ખાસ બટાકા વડા, કોઈપણ માથાકુટ વગર ફટાફટ બની જશે
શિયાળાની ઠંડીમાં કંઈક ગરમા ગરમ ખાવાનું મન થાય છે. ત્યારે લોકો અલગ અલગ પકોડા કે ભજીયા બનાવતા હોય છે.
શિયાળાની ઠંડીમાં કંઈક ગરમા ગરમ ખાવાનું મન થાય છે. ત્યારે લોકો અલગ અલગ પકોડા કે ભજીયા બનાવતા હોય છે.
જોકે તમારે બધાથી કંઈક અલગ ખાવાનું મન થાય તો તમારે રજવાડી બટાકા વડા એકવાર ટ્રાય કરવા જોઈએ.
રજવાડી બટાકા વડા બનાવવા માટે રેસીપી અહીં આપેલી છે. તો ફટાફટ આસાદી રેસીપી નોંધી લો.
ત્રણ મીડિયમ સાઈઝના બટાકા, બેશન, તેલ, સ્વાદ પ્રમાણે મીઠું, બે ત્રણ લીલા મરચાં,અડધો ઈંચ આદુનો ટુકડો,અડધી ચમચી મરી પાઉડર, અડધી ચમચી હળદર પાઉડર.
કાશ્મિરી લાલ મરચું, અડધીથી ઓછી ચમચી ગરમ મસાલો, એક ચમચી આમચુર પાઉડર, એક ચમચી ખાંડ, કાજુના ટુકડા, સુકી દ્રાક્ષ, દાડમના દાણાં,સુકા નાળિયેરની છીણ, લીલા ધાણા,
સૌથી પહેલા ત્રણ મીડિય સાઈઝના બટાકાને કટકા કરીને કુકરમાં બાફવા મુકીશું. બટાકા થોડા કડક રહે એટલા બાફવાના છે.
હવે આ બટાકાને છોલીને એક બાઉલમાં કાઢો, તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને હાથ વડે ક્રશ કરી દો. સારી રીતે મીક્સ કરો.
આ મીક્સરમાં ઝીણાં સમારેલા લાલ મરચા, અડધો ઈંચ આદુનો ટુકડોની પેસ્ટ,અડધી ચમચી મરી પાઉડર, અડધી ચમચી હળદર પાઉડર ઉમેરો.
ત્યારબાદ કાશ્મિરી લાલ મરચું, અડધીથી ઓછી ચમચી ગરમ મસાલો, એક ચમચી આમચુર પાઉડર, એક ચમચી ખાંડ ઉમેરો.
હવે કાજુના ટુકડા, સુકી દ્રાક્ષના કટકા , દાડમના દાણાં, કોપરાની છીણ, ઝીણાં કાપેલા લીલા ધાણા ઉમેરી હાથવડે સારી રીતે મીક્સ કરો.
સારી રીતે મીક્સ થયેલા મસાલામાંથી હાથથી નાના ગુલ્લા કાઢીને તેના બોલ બનાવી બાજુ પર રાખો.
એક બાઉલમાં એક કપ બેશન લો તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી હળદર, બે ત્રણ ચપટી સોડા નાંખી પાણી ઉમેરતા રહીને સારી રીતે મીક્સ કરો. મીડિયમ ઘટ ખીરું બનાવો.
પહૈલાથી તૈયાર કરેલા મસાલાના બોલને એક પછી એક ખીરામાં ડુબાડી તેલમાં તળો, ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો. આમ તૈયાર થશે રજવાડી બટાકા વડા.