Apr 10, 2024
અમદાવાદમાં માતાજીના ઘણા પ્રાચીન અને પ્રસિદ્ધ મંદિર આવેલા છે. નવરાત્રીમાં મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન કરવા મંદિરે આવે છે.
ભદ્રકાળી માતા અમદાવાદના નગરી દેવી છે.
અમદાવાદના એસપી રિંગ રોડ પર ગોતા નજીક વૈષ્ણોદેવી મંદિર આવેલું છે.
અમદાવાદના માધુપુરમાં અંબાજી માતાનું એક પ્રાચીન મંદિર આવેલું છે.
અમદાવાદના બાપુનગર વિસ્તારમાં અનિલ સ્ટાર્ચ મિલની સામે મહાકાળી મંદિરનું પ્રસિદ્ધ મંદિર છે.
અમદાવાદમાં અનિલ સ્ટાર્ચ મિલની સામે જ ખોડિયાર માતાની પ્રાચીન વાવ આવેલી છે. અહીં વાવની અંદિર ખોડિયાર માતા બિરાજમાન છે.
અમદાવાદના ગીતા મંદિર નજીર નવાપુરામાં બહુચર માતાનું મંદિર છે. આ મંદિરનો સંબંધ બહુચર માતાના પરમ ભક્ત વલ્લભ ભટ્ટ સાથે છે.
અમદાવાદના દૂધેશ્વરમાં કાળકા માતાનું અતિ પ્રાચીન મંદિર આવેલું છે.
અમદાવાદના મેમનગરમાં માનવ મંદિર છે. અહીં અંબે માતાની અત્યંત સુંદર મૂર્તિના દર્શન થાય છે.
અમદાવાદની ધના સુથારની પોળમાં મોટા અંબાજીનું 700 વર્ષ જૂનું મંદિર છે.
મણિનગરમાં વૈભવ લક્ષ્મી મંદિરનું પ્રસિદ્ધ મંદિર છે, અહીં શુક્રવાર, ધનતેસર અને દિવાળીએ મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે.