Oct 22, 2024

Dhanteras 2024 : ધનતેરસ ક્યારે છે, જાણો ધાર્મિક મહત્વ

Ashish Goyal

હિન્દુ ધર્મમાં ધનતેરસનું વિશેષ મહત્વ છે. આ દિવસે દેવી લક્ષ્મી, ભગવાન ગણેશ જી, ભગવાન ધન્વંતરી અને કુબેર જી ની પૂજા કરવામાં આવે છે.

Source: Freepik

આ તહેવાર દર વર્ષે આસો વદ તેરસની તિથિ પર ઉજવવામાં આવે છે. જે આ વર્ષે 29 ઓક્ટોબરને મંગળવારના રોજ ઉજવવામાં આવશે.

Source: Freepik

આ દિવસે લોકો સોનું, ચાંદી, વાસણ, સાવરણી વગેરેની ખરીદી કરે છે. કારણ કે આ દિવસે આ વસ્તુઓ ખરીદવી ખૂબ જ શુભ માનવામાં આવે છે.

Source: Freepik

આ દિવસે ધન્વંતરિનો જન્મ થયો હતો. આ જ કારણ છે કે આ દિવસે ધન્વન્તરિ જયંતિ પણ ઉજવવામાં આવે છે

Source: Freepik

શાસ્ત્રો અનુસાર ધનતેરસના દિવસે સમુદ્ર મંથન દરમિયાન અમૃત કળશ સાથે ભગવાન ધન્વંતરિ પ્રગટ થયા હતા. આ કારણે આ તિથિને ધનતેરસ કે ધનત્રયોદશી તિથિ તરીકે ઓળખવામાં આવે છે.

Source: Freepik

આ દિવસે દેવી લક્ષ્મી, કુબેર, ધનના દેવ અને મૃત્યુના દેવ યમરાજની પૂજા કરવામાં આવે છે.

Source: Freepik

આ દિવસે ભગવાન ધન્વંતરિની પૂજા કરવાથી ધનની સંપત્તિ જીવનમાં જળવાઈ રહે છે.

Source: Freepik

આ સાથે જ ઘરમાં ધન, યશ અને સુખ-સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે. આરોગ્યની પ્રાપ્તિ થાય છે.

Source: Freepik

વૈદિક પંચાગ મુજબ ધનતેરસના દિવસે ત્રિપુષ્કર યોગ બની રહ્યો છે, આ યોગમાં ખરીદી કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે.

Source: social-media