Oct 14, 2025

ધનતેરસ 2025 : આ શુભ મુહૂર્તમાં કરી શકો છો પૂજા

Ashish Goyal

ધનતેરસ 2025

હિન્દુ ધર્મમાં ધનતેરસનું વિશેષ મહત્વ છે. પંચાંગ અનુસાર દર વર્ષે તે આસો વદ તેરસના દિવસે ઉજવવામાં આવે છે.આ વર્ષે આ તહેવાર શનિવારને 18 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવશે.

Source: social-media

કુબેરજીની અને માતા લક્ષ્મીની પૂજા

આ દિવસે કુબેરજીની સાથે માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. આ સિવાય આ દિવસે સોનું-ચાંદી, ગણેશ-લક્ષ્મીની મૂર્તિઓ, વાસણો, સાવરણી, વાહનો અને અન્ય વસ્તુઓ ખરીદવી શુભ માનવામાં આવે છે.

Source: social-media

શુભ યોગની રચના

આ વર્ષે ધનતેરસ પર અનેક શુભ યોગની રચના થવા જઈ રહી છે. આ દિવસે બ્રહ્મ યોગ, ઉત્તરાફાલ્ગુની, પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર સાથે બુદ્ધાદિત્ય અને કલાત્મક યોગનું નિર્માણ થશે.

Source: social-media

શુભ યોગ

બ્રહ્મ યોગ 18 ઓક્ટોબરની સવારથી લઇને રાતના 1:48 વાગ્યા સુધી રહેશે. આ સિવાય પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર સવારથી લઇને બપોરે 3:41 વાગ્યા સુધી રહેશે અને ત્યારબાદ ઉત્તરફાલ્ગુની નક્ષત્ર શરૂ થશે.

Source: social-media

ધનતેરસ પૂજા નું શુભ મુહૂર્ત

પૂજાનો શુભ સમય – 18 ઓક્ટોબરે સાંજે 7:16 થી 8:20 સુધી. બ્રહ્મ મુહૂર્ત – સવારે 4:43 થી 5:33 સુધી. અભિજિત મુહૂર્ત – સવારે 11:43 થી બપોરે 12:29. પ્રદોષ કાલ – સાંજે 05:48 થી રાત્રે 08:20 સુધી. વૃષભ કાલ – સાંજે 07:16 થી રાત્રે 09:11 વાગ્યા સુધી.

Source: social-media

દિવસના શુભ ચોઘડિયા

ચલ : બપોરે 12:06 થી 1:31 સુધી. લાભ : બપોરે 1:31 થી 2:57 સુધી. અમૃત ચોઘડિયા: બપોરે 2:57 થી 4:22 સુધી.

Source: social-media

સાંજના શુભ ચોઘડિયા

લાભ: સાંજે 5:48 થી 7:23 સુધી. શુભ : રાત્રે 8:58 થી 10:33 સુધી. ચલ : રાત્રે 12:04 AM થી રાત્રે 1:39 સુધી.

Source: social-media

ગોલ્ડ-સિલ્વર ખરીદવાનું શુભ મુહૂર્ત

ધનતેરસ પર સોનું ખરીદવાનો શુભ સમય – 18 ઓક્ટોબરે બપોરે 12:18 થી 19 ઓક્ટોબર સવારે 06:26 સુધી છે. આ સિવાય 19 ઓક્ટોબરે સવારે 06:26 થી બપોરે 01:51 સુધી છે.

Source: social-media

ધનતેરસનું મહત્વ

શાસ્ત્રો અનુસાર સમુદ્ર મંથન સમયે ભગવાન ધન્વંતરી આસો વદ તેરસે અમૃતના કળશ સાથે પ્રગટ થયા હતા. તેમને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે. ધન્વંતરીએ વિશ્વને ચિકિત્સા અને આયુર્વિજ્ઞાનનું જ્ઞાન આપ્યું હતું, તેથી જ આ દિવસને ધનતેરસ તરીકે શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવે છે.

Source: social-media

Source: social-media