Oct 10, 2025
દિવાળી હિન્દુ ધર્મનો સૌથી મોટો તહેવાર છે. દિવાળી પર માતા લક્ષ્મીની પૂજા કરવાની પરંપરા છે. આસો અમાસ તિથિ પર દિવાળી ઉજવાય છે, આ સાત દિવસનો દિવાળી પર્વ આસો વદ એકાદશી તિથિથી શરૂઆત છે અને કારતક સુદ બીજ તિથિ પર સમાપ્ત થાય છે.
આ વખતે 20 ઓક્ટોબર, 2025 સોમવરે દિવાળી ઉજવવામાં આવશે. દિવાળી પર માતા લક્ષ્મીની પૂજા કરવાની પરંપરા છે. જેથી ઘરમાં ધન સંપત્તિનો વાસ રહે. અહીં દિવાળી માટે ખાસ વાસ્તુ ઉપાય વિશે જાણકારી આપી છે. જે કરવાથી ઘરનો વાસ્તુ દોષ દૂર થાય છે અને માતા લક્ષ્મીનું આગમન થાય છે. આ સાથે જ ઘરમાં ધન ધાન્યની વૃદ્ધિ થાય છે.
દિવાળીના દિવસે સવારે ઘરની સફાઇ કરો. ત્યાર પછી ઘરમાં કાચુ દૂધ, કેસર, હળદર અને ગંગાજળનું મિશ્રણ કરો, પછી આંબાના પાંદડા વડે આ જળનો ઘરમાં છંટકાવ કરો. એક વાતનું ધ્યાન રાખો બાથરૂમ અને ટોઇલેટ જેવી જગ્યા પર આ પાણીનો છંટકાવ કરવાનો નથી. માન્યતા મુજબ આ વાસ્તુ ઉપાય કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે.
દિવાળીના દિવસે પોળા ગલગોટાના ફુલ, આંબો કે આસોપાલવના પાનનું તોરણ બનાવો. તોરણમાં પાનની સંખ્યા એકી હોવી જોઇએ. ઘર કે ઓફિસના અગ્નિ ખુણામાં 6 દિવા પ્રગટાવો. માન્યતા મુજબ આમ કરવાથી માતા લક્ષ્મીની કૃપાથી ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે.
દિવાળીના દિવસે પિતૃઓ માટે અનાજ, દૂધ અને મીઠાઇનું દાન કરવું જોઇએ. માન્યતા અનુસાર આ વાસ્તુ ઉપાય કરવાથી ઘરમાં માતા લક્ષ્મીનો હંમેશા વાસ રહે છે.
દિવાળીના દિવસે સાંજે શિવ મંદિરમાં શિવલિંગ પાસે એક ઘીનો દિવો પ્રગટાવવાથી પિતૃ દોષ માંથી રાહત મળે છે. તેનાથી પિતૃઓની કૃપા પ્રાપ્ત મળે છે અને ઘરમાં માતા લક્ષ્મીનું આગમન થાય છે.
દિવાળીના દિવસે ઘરની નકારાત્મક ઊર્જા કરવા માટે મીઠા વાળા પાણી વડે પોતું મારવું જોઇએ. માન્યતા મુજબ આ વાસ્તુ ઉપાય કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.