Eid-Ul-Adha 2023 : ભારતમાં ઈદ અલ-અદહાની ધૂમધામથી ઉજવણી
ઇસ્લામિક કેલેન્ડરમાં ઇદ અલ-અદહા એ બીજો સૌથી મોટો પવિત્ર તહેવાર છે.
સમગ્ર વિશ્વમાં ઈદ અલ-અદહા મનાવવામાં આવે છે.
અલ્લાહની આજ્ઞા અનુસાર પોતાના પુત્રનું બલિદાન આપવાની પ્રોફેટ ઇબ્રાહિમની ઇચ્છાને માન્યતા આપવા માટે તેને "બલિદાનનો તહેવાર" તરીકે ઓળખવામાં આવે છે.
ઇસ્લામિક ચંદ્ર કેલેન્ડર મુજબ આ વર્ષે ભારતમાં આ તહેવાર 29 જૂને મનાવવામાં આવ્યો છે.
પરિવારો અલ્લાહને પ્રાણીનું બલિદાન આપવા માટે એકઠા થાય છે અને તે માંસનો ઉપયોગ કરાય છે, તહેવાર પછી પ્રિયજનો, મિત્રો અને ગરીબોને એ માંસ વહેંચવામાં આવે છે.
નવા કપડાં પેહેરી અને પરિવારજનો સાથે ઈદ અલ-અદહાની ઉજવણી કરવામાં આવે છે.