દિવાળીમાં ક્યાં મંદિરે દર્શન કરવા જશો? અહીંયા આપેલી યાદી જોઇ બનાવો પ્લાન
પાવાગઢ મહાકાળી મંદિર - સતી માતાના 52 શક્તિપીઠો પૈકીનું
એક પ્રખ્યાત મંદિર
પંચમહાલ
જિલ્લામાં
આવેલુ છે.
દ્વારકાધીશ મંદિર - દેવભૂમિ દ્વારકામાં આવેલું ભગવાન શ્રીકૃષ્ણનું વિશ્વ પ્રખ્યાત મંદિર છે.
સોમનાથ મંદિર -
ગીર સોમનાથ જિલ્લામાં આવેલું સોમનાથ મંદિરએ 12 જ્યોર્તિલિંગ પૈકીનું એક શિવ
મંદિર
છે.
અંબાજી મંદિર - ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલું સૌથી પ્રખ્યાત શક્તિપીઠ છે.
ગીરનાર, દત્તાત્રેય મંદિર - ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં ગીરનાર પર્વત આવેલો છે, ત્યાં 10,000 પગથિયાં ચડીને દત્તાત્રેય મંદિર જવાનો માર્ગ ઘણો જ
રોમાંચક
છે.
રણછોડરાય મંદિર - ખેડા જિલ્લામાં ડાકોર ખાતે ભગવાન કૃષ્ણને સમર્પિત પ્રખ્યાત રણછોડરાયનું મંદિર આવેલુ છે.
નાગેશ્વર મંદિર - દ્વારકાની નજીક આવેલું ભગવાન શંકરના 12 જ્યોર્તિલિંગ પૈકીનું એક મંદિર છે.
બહુચરાજી મંદિર - ગુજરાતના મહેસાણા જીલ્લાના બેચરાજી ખાતે બહુચરાજી માતાજીનું શક્તિપીઠ આવેલું છે.