દિવાળીમાં ક્યાં મંદિરે  દર્શન કરવા જશો?  અહીંયા આપેલી  યાદી જોઇ  બનાવો પ્લાન

Oct 21, 2022

Ajay Saroya

પાવાગઢ મહાકાળી મંદિર -  સતી માતાના 52 શક્તિપીઠો પૈકીનું  એક પ્રખ્યાત મંદિર પંચમહાલ  જિલ્લામાં  આવેલુ છે.

દ્વારકાધીશ મંદિર - દેવભૂમિ દ્વારકામાં આવેલું ભગવાન શ્રીકૃષ્ણનું વિશ્વ પ્રખ્યાત મંદિર છે.

સોમનાથ મંદિર -  ગીર સોમનાથ જિલ્લામાં આવેલું સોમનાથ મંદિરએ 12 જ્યોર્તિલિંગ પૈકીનું એક શિવ  મંદિર  છે.

અંબાજી મંદિર - ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલું સૌથી પ્રખ્યાત શક્તિપીઠ છે.

ગીરનાર, દત્તાત્રેય મંદિર - ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં ગીરનાર પર્વત આવેલો છે, ત્યાં 10,000 પગથિયાં ચડીને દત્તાત્રેય મંદિર જવાનો માર્ગ ઘણો જ  રોમાંચક  છે.

રણછોડરાય મંદિર - ખેડા જિલ્લામાં ડાકોર ખાતે ભગવાન કૃષ્ણને સમર્પિત પ્રખ્યાત રણછોડરાયનું મંદિર આવેલુ છે.

નાગેશ્વર મંદિર - દ્વારકાની નજીક આવેલું ભગવાન શંકરના 12 જ્યોર્તિલિંગ પૈકીનું એક મંદિર છે.

બહુચરાજી મંદિર - ગુજરાતના મહેસાણા જીલ્લાના બેચરાજી ખાતે બહુચરાજી માતાજીનું શક્તિપીઠ આવેલું છે.