Apr 07, 2025
હનુમાન જયંતિ ધામધૂમથી ઉજવાય છે. ચૈત્ર પુનમ એટલે હનુમાનજીનું પ્રાગટ્ય દિવસ છે. આ વખતે 12 એપ્રિલ, 2025ના રોજ હનુમાન જયંતિ ઉજવાશે. હનુમાન જયંતિ પર બજરંગબીલના મંદિરમાં ખાસ પૂજા અર્ચના, મારૂતિ યજ્ઞ થાય છે.
ગુજરાતમાં ઘણા પ્રસિદ્ધ હનુમાન મંદિર આવેલા છે, જેમા સારંગપુરનું કષ્ટભંજન દેવ, ડભોડા હનુમાન મંદિર સૌથી વધુ પ્રખ્યાત છે.
અહીં અમદાવાદના છેવાડે આવેલા એક 100 વર્ષ જુના પ્રાચીન હનુમાન મંદિરની જાણકારી આપી છે. શહેરની ભીડ અને પ્રદૂષણથી દૂર જંગલ વચ્ચે આવેલા આ મંદિરમાં દર્શનાર્થીઓ શાંતિનો અનુભવ કરે છે.
ટેબલી હનુમાન મંદિર અમદાવાદના કઠવાડા વિસ્તારમાં આવેલું પ્રસિદ્ધ મંદિર છે. આ વર્ષે જ ટેબલી હુનુમાન મંદિરની સ્થાપનાને 100 વર્ષ પૂર્ણ થતા રજત મહોત્સવ ચાલી રહ્યો છે.
અમદાવાદના નરોડા નજીક કઠવાડા રીગ રોડ થી કઠવાડા ગામમાં જવાના રસ્તાથી ટેબલી હનુમાન મંદિર પહોંચી શકાય છે. અહીંના બજરંગબલીજીને ટેબલી હનુમાન દાદા કહેવામાં આવે છે. હનુમાનજીની મૂર્તિ 100 વર્ષ જુની છે.
ટેલબી હનુમાન મંદિરના આસપાસનો વિસ્તાર જંગલ જેવો છે. અહીં વાનર, મોર, સસલા, વિવિધ પક્ષીઓ જોવા મળે છે. શહેરની દૂર હોવાથી અહીં આવનાર લોકોને અદભુત શાંતિનો અનુભવ થાય છે.
ટેલબી હનુમાન મંદિર પર 3 થી 12 એપ્રિલ સુધી રજત જયંતી શતાબ્દી મહોત્સવ ચાલી રહ્યો છે. આ 10 દિવસ દરમિયાન નિમિત મંદિરમાં યજ્ઞ હવન અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
ટેલબી હનુમાન મંદિરે મંગળવાર તેમજ શનિવાર અને રવિવારે મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા આવે છે. હનુમાન જંયતિ પર ટેબલી હનુમાન મંદિર ખાસ પૂજા યજ્ઞ હવનનું આયોજન થાય છે. તહેવારો પર હનુમાન દાદાનો વિશેષ શણગાર કરવામાં આવે છે.
ટેબલી હનુમાન મંદિરના વિશાળ પ્રાંગણની બહાર કાળ ભૈરવનું પણ મંદિર છે. મંદિર નજીક એક ગૌશાળા પણ છે. મંદિરે દર્શન માટે આવતા લોકો માટે બગીચાની અંદર બેઠક વ્યવસ્થા પણ છે.
ટેબલી હનુમાન મંદિરથી થોડેક દૂર કઠવાડામાં ઇસ્કોન મંદિર પણ દર્શનિય સ્થળ છે.