Mar 26, 2025
આ વર્ષે હનુમાન જન્મોત્સવ 12 એપ્રિલ 2025 શનિવારના રોજ ઉજવવામાં આવશે. દેશભરના તમામ નાના-મોટા હનુમાન મંદિરોમાં જન્મજયંતિની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.
એવું માનવામાં આવે છે કે આ દિવસે વિધિ પ્રમાણે પૂજા કરવાથી વ્યક્તિને સારું સ્વાસ્થ્ય, સમૃદ્ધિ અને સ્વસ્થ શરીર મળે છે.
પરંતુ આપણે જાણતા અજાણતા એવા કામ કરી બેશીએ છીએ જેના કારણે હનુમાનજી નારાજ થઈ જાય છે.
માટે હનુમાન જ્યંતિના દિવસે ભૂલતી પણ એવા કામ ન કરવા જોઈએ જેનાથી હનુમાનના પ્રકોપથી બચી શકાય.
ભગવાન રામની પૂજા કરવાનું ધ્યાન રાખો, કારણ કે આમ ન કરવાથી બજરંગબલી ગુસ્સે થઈ શકે છે.
હનુમાન જયંતિ પર વાંદરાઓને ખવડાવો અને ભૂલથી પણ વાંદરાઓને પરેશાન ન કરો.
હનુમાન જયંતિના દિવસે કોઈના વિશે ખરાબ ન બોલો.
આ દિવસે હનુમાનજીની પૂજા દરમિયાન પંચામૃત અથવા ચરણામૃતનો ઉપયોગ ન કરો.
હનુમાન જયંતિના દિવસે ભૂલથી પણ કોઈનું અપમાન ન કરો, આવું કરવાથી બજરંગબલીને ખરાબ લાગી શકે છે.