Mar 25, 2025
આ વર્ષે હનુમાન જન્મોત્સવ 12 એપ્રિલ 2025 શનિવારના રોજ ઉજવવામાં આવશે. દેશભરના તમામ નાના-મોટા હનુમાન મંદિરોમાં જન્મજયંતિની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.
એવું માનવામાં આવે છે કે આ દિવસે વિધિ પ્રમાણે પૂજા કરવાથી વ્યક્તિને સારું સ્વાસ્થ્ય, સમૃદ્ધિ અને સ્વસ્થ શરીર મળે છે.
હનુમાનજીને સંકટમોચન પણ કહેવામાં આવે છે. તેથી આ દિવસે તેમને પ્રસન્ન કરવાથી વ્યક્તિની તમામ પરેશાનીઓનો નાશ થાય છે.
ચાલો જાણીએ હનુમાન જ્યંતિ પર કયા સરળ ઉપાયો કરવા જોઈએ.
ઘી અથવા ચમેલીના તેલથી હનુમાનજીની આરતી કરો.
સિંદૂર અને લાલ રંગના કપડાં ચઢાવો.
પ્રસાદ તરીકે બૂંદી, ચણાના લોટના લાડુ અને ઈમરાતી ચઢાવો, આ હનુમાનજીને ખૂબ પ્રિય છે.
બજરંગબલીને પ્રસન્ન કરવા માટે લવિંગ અને એલચી ચઢાવો, તેનાથી શનિ દોષ ઓછો થાય છે.
હનુમાનજી ભગવાન રામના મહાન ભક્ત છે, તેથી હનુમાન જયંતિ પર શ્રી રામની વિધિવત પૂજા કરો.