Dec 29, 2024
હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં હનુમાનજીની પૂજા વિશે ઘણા નિયમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એવું માનવામાં આવે છે કે ફક્ત પુરુષો જ હનુમાનજીની પૂજા કરી શકે છે. પરંતુ શાસ્ત્રો અનુસાર મહિલાઓ પણ કેટલાક નિયમોનું પાલન કરીને બજરંગ બલીની પૂજા કરી શકે છે.
હિન્દુ ધર્મમાં મંગળવાર ભગવાન હનુમાનજીની પૂજા માટે સૌથી ખાસ દિવસ માનવામાં આવે છે. આ દિવસ સંકટ મોચન હનુમાનજીને સમર્પિત છે, જે પોતાના ભક્તોના દરેક દુઃખ દૂર કરે છે. કહેવાય છે કે હનુમાનજી આજે પણ પૃથ્વી પર હાજર છે અને પોતાના ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે.
ધાર્મિક માન્યતાઓ મુજબ મંગળકારી હનુમાનજીની મંગળવારે પૂજા અને ઉપવાસ કરવાથી જીવનના તમામ કષ્ટોથી મુક્તિ મળે છે અને બધી મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે. એવું માનવામાં આવે છે કે ફક્ત પુરુષો જ હનુમાનજીની પૂજા કરી શકે છે. જો કે મહિલાઓ કેટલીક વાતોનું ધ્યાન રાખીને તેમની પૂજા પણ કરી શકે છે.
સંકટ મોચન હનુમાનજીને અષ્ટ સિદ્ધિ અને નવ નિધિના દાતા માનવામાં આવે છે. તેમની પૂજા કરવાથી ભગવાન રામ, શિવ અને શનિ દેવના આશીર્વાદ પણ મળે છે. શનિની પનોતીમાં રાહત મળે છે.
હનુમાનજી તમામ મહિલાઓને માતા માને છે. તેથી પૂજા કરતી વખતે મહિલાએ હનુમાનજીની મૂર્તિ કે ચરણ સ્પર્શ કરવાનું ટાળવું, કારણ કે હનુમાનજી બાળ બ્રહ્મચારી છે. મહિલાએ તેમની સામે માથું પણ નમાવવું નહીં માત્ર હાથ જોડી નમન કરવું જોઈએ.
મહિલાઓએ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે ભગવાન હનુમાનજી પર તેલ અર્પણ કરવું નહીં. જો કોઇ મહિલા હનુમાનજીનું વ્રત રાખે છે અને માસિક ધર્મ આવે તો વ્રત તૂટી જાય છે. આથી મહિલાઓએ પિરિયડ્સ દરમિયાન હનુમાનજીનું વ્રત કરવાનું ટાળવું જોઈએ.
એવું કહેવામાં આવે છે કે સ્ત્રીઓએ ન તો પીરિયડ્સ દરમિયાન હનુમાનજીની પૂજા કરવી જોઈએ અને ન તો આ સમયગાળા દરમિયાન હનુમાન ચાલીસા કે બજરંગ બાણનો પાઠ કરવો જોઈએ. એવું કહેવામાં આવે છે કે આમ કરવાથી ભગવાન નારાજ થઈ શકે છે.
મહિલાઓએ તેમના હાથે હનુમાનજીની પૂજા કરતી વખતે તેમને સિંદૂર, ચોલા, વસ્ત્ર અને યજ્ઞોપવિત ન ચઢાવવા જોઈએ. તમે કોઈ પુરુષના હાથે આ વસ્તુઓ હનુમાનજીને અર્પણ કરવી જોઇએ.
આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષીઓ, પંચાંગ, માન્યતાઓ કે શાસ્ત્રો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્ર કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે. અમે તેની ચોકસાઈ અને ઉદભવની પ્રામાણિકતા આપી શકતા નથી. કૃપા કરીને તેનો કોઈપણ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.