Shiv temple in floods : પૂરની તબાહી વચ્ચે શાનથી ઊભું છે હિમાચલનું આ 'શિવ ધામ'

Jul 13, 2023, 02:42 PM

ભારે વરસાદના કારણે હિમાચલ પ્રદેશમાં પૂર આવવાના કારણે અનેકઘર ધરાશાયી થયા છે. પૂલ તૂટીને વહી ગયા છે. મનાલીથી લઇને મંડી સુધી બ્યાસ નદીમાં આવેલા તોફાનના કારણે ખુબ જ નુકસાન પહોંચ્યું હતું. (source_ Ramesh Rao/ facebook)

પરંતુ કુદરતના આ કહેરથી બ્યાસ નદી અને સુકેતી ખડ્ડના કિનારે સ્થિત પંચવક્ત મંદિરને કોઈ નુકસાન થયું નથી. (source_ Ramesh Rao/ facebook)

ભગવાન શિવની મહિમા એવી છે કે સૈલાબ પણ આ શિવ ધામનું કંઈ જ બગાડી શક્યું નહીં. આ તસવીરમાં જોઈ શકાય છે કે તોફાની લહેરો વચ્ચે પણ ભગવાન શિવનું સેંકડો વર્ષો જૂનું પંચવક્ત મંદિર સુરક્ષિત ઊભું છે. (Photo ANI)

9 જુલાઈએ આ મંદિર જળમગ્ન થઈ ગયું હતું. મંદિર સંપૂર્ણ પણે પૂરથી ઘેરાઈ ગયું હતું. પાણી મંદિરના શિખર સુધી પહોંચી ચૂક્યું હતું. (Source_ @Gohimachal_/twitter)

આ જળપ્રલયને જોઈને 10 વર્ષ પહેલા કેદારનાથમાં થયેલી તબાહીના દ્રશ્યો આંખોની સામે આવી ગયા.(source_ Ramesh Rao/ facebook)

જોકે પૂરનું પાણી મંદિરમાંથી બહાર નીકળી ગયું છે પરંતુ મંદિરની અંદર કાદવ-કિચ્ચડ ભરાઈ ગયો છે. (source_ Ramesh Rao/ facebook)

આ તસવીરમં મંદિરમાં કાદવમાં નંદીના સિંગડા સાફ નજર આવી રહ્યા છે. (source_ Ramesh Rao/ facebook)

જ્યારે મંદિરની અંદર રેત નીકળી ગઈ તો શિવલિંગ, નંદી અને મંદિરની શિલાઓને કંઈ જ નુકસાન થયું ન્હોતું. ઉલ્લેખનીય છે કે મંડીનું આ મંદિર આશરે 400 વર્ષથી પણ વધારે જૂનું છે. જેનું નિર્માણ રાજા સિદ્ધ સેનને 1683-1727 વચ્ચે કરાવ્યું હતું. (Photo- ANI)

અહીં હાજર શિવજીની મૂર્તિના ઇશાન, અઘોરા, વામદેવ, તત્પુરુષ અને રુદ્ર પાંચ અલગ અલગ રુપ છે. શિવની આ પ્રતિમાના કારણે આને પંચવક્ત મંદિરના નામથી ઓળખાય છે (Photo- ANI)