પોષ મહિનો સૂર્ય આરાધના સહિત વિવિધ રીતે છે ખાસ

Dec 13, 2022

Haresh Suthar

હિંદુ વૈદિક વિક્રમ સંવત અનુસાર પોષ મહિનો માગશર માસ બાદ આવે છે.

પોષ મહિનો સૂર્ય આરાધના માટે વિશેષ માનવામાં આવે છે. સૂર્ય પૂજા સાથે દાન પુણ્યનું ઘણું મહત્વ છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ મહિના દરમિયાન અડદ દાળ, ગોળ અને ઘીનું દાન કરવાથી સવિશેષ પુણ્ય મળે છે.

પોષ માસ દરમિયાન સૂર્ય આરાધના કરવાથી કુંડળીમાં સૂર્ય બળવાન બને છે અને સૂર્ય દોષથી મુક્તિ મળે છે ઉપરાંત જાહેર જીવનમાં સફળતા મળે છે. 

પોષ માસ સૂર્ય આરાધના માટે ઉત્તમ છે પરંતુ શુભ અને માંગલિક કાર્યો માટે સારો માનવામાં નથી આવતો. 

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પોષ મહિના દરમિયાન શુભ કાર્ય કરવા વર્જિત છે. આ સમય દરમિયાન કરેલ નવિન કાર્યમાં ધારેલી સફળતા મળતી નથી. 

જ્યોતિષ શાસ્ત્રની સાથોસાથ સ્વાસ્થ્ય માટે પણ પોષ મહિનાનું વિશેષ મહત્વ છે. 

પોષ મહિનો તલ, ગોળ, વસાણાના સેવન માટે પણ ઉત્તમ છે. જે શરીરને વધુ મજબૂત બનાવે છે. 

Photo @wordpress