May 20, 2025
ગંગા જળ હિંન્દુ ધર્મમાં સૌથી પવિત્ર જળ માનવામાં આવે છે. હિંદુ ધર્મમાં પૂજા પાઠ અને શુદ્ધિકરણમાં ગંગા જળનો ઉપયોગ થાય છે.
મોટાભાગના લોકોના ઘરમાં ગંગા જળ હોય છે. જો કે ગંગા જળ રાખવતી વખતે અમુક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.
ગંગા જળ રાખેલા રૂમમાં માંસ મદિરાનું સેવન કરવાથી ઘરમાં વાસ્તુ દોષ થાય છે.
ગંગા જળ હંમેશા ઘરના મંદિરમાં કે કોઇ ચોખ્ખા સ્થળ પર રાખવું જોઇએ.
પ્લાસ્ટિકની બોટલ કે ડબ્બામાં રાખેલું ગંગા જળ અશુદ્ધ માનવામાં આવે છે.
ગંગા જળ હંમેશા તાંબા, પિત્તળ, ચાંદી કે અન્ય કોઇ ઘાતુના પાત્રમાં રાખવું શુભ હોય છે.
દરરોજ ઘરની અંદર અને બહાર ગંગા જળ છાંટવાથી નજર દોષ દૂર થાય છે અને ખરાબ શક્તિઓ સામે રક્ષણ મળે છે.
હંમેશા સ્નાન કર્યા બાદ ગંગા જળના પાત્રને સ્પર્શ કરવો જોઇએ.
ગંગા જળનો ઉપયોગ કરવાની પહેલા પ્રમાણ કરવું જોઇએ.