કેદારનાથ બાબાના દર્શન કરવા જીવનનો મોટો લ્હાવો છે. એવું કહેવાય છે કે જીવતા સ્વર્ગના દર્શન બરાબર છે.
હિમાલય પર 3580 મીટર ઉંચાઇ પર આવેલ કેદારનાથ ધામ અલૌકિક છે. જે ચાર ધામ તીર્થયાત્રાનો એક ભાગ છે.
મંદાકિની નદીના પટથી ઘેરાયેલું ભગવાન શિવને સમર્પિત આ પ્રાચીન મંદિર ઉત્કૃષ્ટ સ્થાપત્ય ધરાવે છે. જે ગ્રે પથ્થરનું છે.
ભારત સ્થિત ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગ આવેલા છે. જે પૈકી હિમાલયની ગોદમાં આવેલું કેદારનાથ મંદિરનું વિશેષ મહત્વ છે.
મંદિરની અંદર એક શંક્વાકાર ખડકની રચના ભગવાન શિવ તરીકે તેમના સદાશિવ સ્વરૂપમાં પૂજાય છે.
કેદારનાથ મંદિરનો ઇતિહાસ મહાભારત સાથે સંકલાયેલો છે. કૌરવો પર જીત મેળવ્યા બાદ પાંડવો અહીં આવ્યા હતા.
કેદારનાથ મંદિરની પાછળ કેદારનાથ શિખર, કેદાર ડોમ અને હિમાલયના અન્ય શિખરો ઉભા છે. અહી મંદાકિની નદીનો પટ છે.
કેદારનાથ ધામની મુલાકાત માટે ઓક્ટોબર શ્રેષ્ઠ સમય છે. શિયાળામાં ભારે હિમવર્ષાને લીધે મંદિર બંધ હોય છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેદારનાથના દર્શને આવ્યા હતા અને અહીં રુદ્ર ગુફામાં ધ્યાન પણ કર્યું હતું.
કેદારનાથ ફ્લાઇટ દ્વારા જવા માટે જોલી ગ્રાન્ટ સૌથી નજીકનું એરપોર્ટ છે. જે 238 કિલોમીટરના અંતરે આવેલું છે. દિલ્હીથી અહીંની ફ્લાઇટ છે.
કેદારનાથ કેવી રીતે જવું?
કેદારનાથનું સૌથી નજીકનું રેલવે સ્ટેશન ઋષિકેશ છે. જે કેદારનાથથી 216 કિમીના અંતરે છે. ઋષિકેશ ભારતના મુખ્ય શહેરો સાથે ટ્રેનથી જોડાયેલું છે
કેદારનાથ કેવી રીતે જવું?
ગૌરીકુંડ એ કેદારનાથથી રોડ માર્ગેનું સૌથી નજીકનું સ્થળ છે. જે કેદારનાથ મંદિરથી 14 કીમી અંતરે છે. ગૌરીકુંડથી પગપાળા, ડોલી કે ટટ્ટુ મારફતે ઉપર આવી શકાય છે.