મહાશિવરાત્રી એ કરો 12 જ્યોતિર્લિંગના દર્શન

Feb 06, 2023

Ajay Saroya

મહાશિવરાત્રીને ભગવાન શિવશંકરની આરાધનાની રાત્રી કહેવાય છે.

ભગવાન શંકરના ભારતમાં 12 જ્યોતિર્લિંગ આવેલા છે. જાણો ક્યાં શહેરમાં કયું જ્યોતિર્લિંગ આવેલું છે.  

સોમનાથ 

ગુજરાતના પ્રભાસક્ષેત્રમાં આવેલું જ્યોતિર્લિંગ સૌથી પહેલું અને મહત્વપૂર્ણ છે. ચંદ્રદેવે શાપ મુક્ત થવા અહીંયા ભગવાન શિવની આરાધાન કરી હતી. 

મલ્લિકાર્જૂન 

આંધ્રપ્રદેશમાં કૃષ્ણ નદીના કિનારે મલ્લિકાર્જૂન જ્યોતિર્લિંગની સ્થાપના શિવપાર્વતીના પુત્ર કાર્તિકેય કરે હતી.  

મહાકાલેશ્વર 

મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં ક્ષિપ્રા નદી કિનારે મહાકાલેશ્વર મંદિર આવેલું છે. અહીંયા ભગવાન શિવ મહાકાલ સ્વરૂપે પૂજાય છે અને અહીંયા દરરોજ બ્રહ્મ મુહૂર્તમાં થતી ભસ્મ આરતી પ્રસિદ્ધ છે.

ઓમકારેશ્વર

મધ્યપ્રદેશના ખંડવામાં નર્મદા નદીના કિનારે ઓમકારેશ્વર મંદિર આવેલું છે. એવું મનાય છે કે, શિવપાર્વતી દરરોજ સાંજે વિંધ્યાચલ પર્વર્ત પર રાત્રી નિવાસ કરવા આવે છે. અહીંયાની સંધ્યા આરતી જોવાલાયક છે.

વૈદ્યનાથ 

ઝારખંડમાં બાબા વૈદ્યનાથ જ્યોતિર્લિંગ આવેલું છે. જેને વૈદ્યનાથેશ્વર નામે પણ ઓળખવામાં આવે છે.

ભીમાશંકર

મહારાષ્ટ્રના પુના નજીક ભીમા નદીના કિનારે ભીમાશંકર જ્યોતિર્લિંગ છે.  

રામેશ્વરમ્

તમિલનાડુમાં સમદ્ર કિનારે રામેશ્વરમ્ જ્યોતિર્લિંગ આવેલું છે, જેની સ્થાપના શ્રીરામે કરી હતી.

નાગેશ્વર

ગુજરાતમાં દ્વારકા નજીક નાગેશ્વર જ્યોતિર્લિંગ આવેલુ છે. ભગવાન શંકર અહીંયા નારેશ્વર નામે સ્થાયી થયા છે. 

કાશીવિશ્વનાથ 

મોક્ષદાયી કાશી નગરીમાં ગંગા નદીના કિનારે કાશીવિશ્વનાથનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે. જેમને વિશ્વેશ્વર પણ કહેવાય છે. 

ત્ર્યંબકેશ્વર

મહારાષ્ટ્રમાં નાસિકમાં ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ આવેલુ છે. મંદિરના પરિસરમાં આવેલો કુંડ કુશાવર્ત ગોદાવરી નદીનો સ્ત્રોત ગણાય છે. 

કેદારનાથ

ઉત્તરાખંડમાં હિમાચલની પર્વતમાળામાં કેદારનાથ જ્યોતિર્લિંગ આવેલું છે. આ મંદિર ભારતના મુખ્ય ચાર ધામ પૈકીનું એક છે. અહીંયા પાંડવોએ પૂજા-અર્ચના કરી હતી.

ધુષ્ણેશ્વર

મહારાષ્ટ્રમાં ઔરંગાબાદમાં પ્રસિદ્ધ ધુષ્ણેશ્વર જ્યોતિર્લિંગ આવેલું છે.