Jul 22, 2025
શ્રાવણ માસમાં શંકર ભગવાનની પૂજા અને દર્શન કરવાનું મહાત્મ્ય હોય છે. અમદાવાદમાં ભગવાન શંકરના ઘણા મંદિરો આવે છે.
અમદાવાદમાં સાબરમતી નદી કિનારે મીની સોમનાથ મંદિર આવેલું છે. આ શિવાલયનું સ્થાપત્ય આબેહુબ પ્રભાસના સોમનાથ જ્યોતિર્લિંગ મંદિર જેવું છે.
અમદાવાદના મીની સોમનાથ મંદિર નામે પ્રખ્યાત આ શિવાલયનું સાચું નામ કોટેશ્વર મહાદેવ મંદિર છે. આ મંદિર અમદાવાદના મોટેરા વિસ્તારમાં સાબરમતી નદી કિનારે આવેલું છે.
મીની સોમનાથ મંદિર સાબરમતીના કિનારે આવેલું છે. શિવ મંદિરની આસપાસ શાંત નદી કિનારો, હરિયાળી, પક્ષીઓનો કલરવ ભક્તોના મનને શાંતિ આપે છે.
અમદાવાદના પ્રખ્યાત શિવ મંદિરમા શ્રાવણ માસ, મહાશિવરાત્રી, સોમવાર, શનિવાર અને રવિવારે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે.
મીની સોમનાથ મંદિરમાં 2 નંદી છે, જેમા 1 શ્વેત નંદી અને 1 શ્યામ નંદીની મૂર્તિ છે.
અમદાવાદના મીની સોમનાથ મંદિરમાં દરરોજ લઘુરુદ્રપાઠાત્મક થાય છે, જે મંદિરના વાતાવરણને ઉર્જાવાન રાખે છે.
મીની સોમનાથ મંદિરની જમણી બાજુ રામલક્ષ્મણજાનકી અને ડાબુ બાજુ ધોલેશ્વર મહાદેવ બિરાજમાન છે. મંદિરમાં ચાલતી શિવધૂન વાતાવરણને ભક્તિમય બનાવે છે.