શિવજીની આ વિશાળ મૂર્તિ ક્યાં આવેલી છે?

Apr 11, 2024, 11:42 PM

સોશિયલ મીડિયામાં ભગવાન શિવની એક વિશાળ મૂર્તિના ફોટા અને વીડિયો બહુ વાયરલ થાય છે. જેમાં આ વિશાળ મૂર્તિ દરિયા કિનારે આવેલી દેખાય છે. શું તમે જાણો છો આ સ્થળ ભારતમાં ક્યાં આવેલું છે?

શિવજીની વિશાળ મૂર્તિ કર્ણાટકના ભટકલ તાલુકામાં મુરુડેશ્વર ખાતે આવેલી છે. અહીં ભગવાન શંકરની દુનિયાની બીજી સૌથી મૂર્તિ છે. ભગવાન શંકરની આ મૂર્તિની ઊંચાઇ 123 ફુટ એટલે કે લગભગ 37 મીટર ઉંચી છે.

મુરુડેશ્વર મંદિર કદુકા પર્વત પર બનેલું છે અને તે 3 બાજુથી અરબ સાગરથી ઘેરાયેલું છે. સાંજે સૂર્યાસ્તે સમયે દૂરથી શિવજીની મૂર્તિનું દ્રશ્ય આહલાદક દેખાય છે.

મુરુડેશ્વરના મંદિરમાં અતિ પ્રાચીન શિવલિંગ છે, જેની કહાણી રાવણ સાથે જોડાયેલી છે. કર્ણાટકના પ્રસિદ્ધ શિવ મંદિરોમાં આ મુરુડેશ્વર મંદિરનો સમાવેશ થાય છે.

ભારતમાં શંકર ભગવાનના ઘણા મંદિરો આવેલો છે. 12 જ્યોતિર્લિંગ ઉપરાંત શિવજીના ઘણા પ્રસિદ્ધ મંદિર જ્યાં દર વર્ષો લાખો ભક્તો દર્શન કરવા આવે છે.

મુરુડેશ્વર મંદિર દરિયા કિનારે આવેલું છે. આથી ભક્તો દરિયામાં સ્નાન કરીને મંદિરમાં દર્શન કરે છે. આ મંદિર બપોરે 12 થી 4 વાગ્યા સુધી બંધ રહે છે.

મુરુડેશ્વરના દરિયામાં પ્રવાસીઓને નાહવાની બહુ જ મજા આવે છે. મુરુડેશ્વરની નજીક ઘણા જોવાલાયક સ્થળો આવેલા છે જેમાં - જોગ ધોધ, ગોકર્ણ, મારવંથે બીચ, મહાગણપતિ મંદિર મુખ્ય છે.

મુરુડેશ્વરનું સૌથી નજીક મુરુડેશ્વર રેલવે સ્ટેશન છે, જ્યાંથી આ મંદિર 3 કિમી દૂર છે. નજીકનું એરપોર્ટ મેંગ્લોર છે. મુરુડેશ્વર બેંગ્લોરથી 490 કિમી અને મેંગ્લોરથી 155 કિમી દૂર છે.

જો તમે ગોવા ફરવા જાવ તો મુરુડેશ્વર અચૂક જજો. ગોવાથી મુરુડેશ્વર 190 કિમી દૂર આવેલું છે. ગોવાથી મુરુડેશ્વર જવા માટે ઘણી ટ્રેન ઉપલબ્ધ છે.