Apr 08, 2025
હું અરિહંતોને નમન કરુ છું. એ પ્રબુદ્ધ આત્માઓ કે જેમણે આંતરિક દોષોને જીતી લીધા છે અને સર્વજ્ઞતા પ્રાપ્ત કરી છે.
હું સિદ્ધોને નમન કરુ છું. એ મુક્ત આત્માઓ કે જેમણે જન્મ અને મરણ ચક્રને પાર કરી મોક્ષ પ્રાપ્ત કર્યો છે.
હું આચાર્યોને નમન કરુ છું. એ આધ્યાત્મિક ગુરુઓ કે જેઓ ધર્મના માર્ગ પર ચાલવા અન્યોને પ્રેરિત અને માર્ગદર્શિત કરે છે.
હું ઉપાધ્યાયોને નમન કરુ છું. એ શિક્ષકો કે જે પવિત્ર શાસ્ત્રોનું જ્ઞાન પ્રદાન કરે છે.
હું તમામ સાધુ સાધ્વીજીઓને નમન કરુ છું. એ સમર્પિત તપસ્વીઓ કે જે સત્ય, કરુણા અને અહિંસાના માર્ગે ચાલે છે.
આ પાંચ વંદન તમામ નકારાત્મક કર્મોને નષ્ટ કરી આત્માને શુદ્ધ કરે છે.
આ પરમ શાંતિ, સકારાત્મકતા અને મંગલનું સર્વોત્તમ સ્ત્રોત છે.