નવરાત્રી વ્રત: નવરાત્રીના ઉપવાસ દરમિયાન આ વાતનું ધ્યાન રાખવું જરૂરી, જે સ્વસ્થ રહેવામાં કરશે મદદ
નવરાત્રીના વ્રત દરમિયાન લોકો માત્ર એક ટાઈમ સાત્વિક ભોજન લે છે, જે સામાન્ય દિવસની સરખમણીમાં સંતુલિત આહાર થઇ જાય છે, જેથી શરીરને પૂરતું પોષણ મળી શકતું નથી, આ દરમિયાન કેલરી, ફેટ અને સુગરની માત્રા વઘી જાય છે. ઉપવાસ તોડતી વખતે ભૂખ લાગવાથી વધારે જમી લેવાય છે જે અંતે તે સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરે છે અને વજન વધવા માટે જવાબદાર સાબિત થાય છે.
જાણો, નવરાત્રીના ઉપવાસ વખતે સ્વાસ્થ્યનું કેવી રીતે રાખવું ધ્યાન અને ક્યાં ફૂડનું સેવન કરવું જોઈએ,,
ફળ અને શાકભાજીનું સેવન:
મોસમી ફળ જેમ કે સફરજન, દાડમ, પપૈયું, કેળાનું સેવન કરવું, આ ઉપરાંત શાકભાજીમાં કાકડી, ટમાટર, શકરિયા, સિંઘવ મીઠું અથવા સંચળ પાઉડર એડ કરીને સેવન કરી શકો છો.
જમવામાં શું ધ્યાન રાખવું:
ફેટયુક્ત દૂધ ન લેવું, તેના સિવાય ડબલ ડાયટ મિલ્કનું સેવન કરવું જોઈએ, જેમાં ફેટ ઓછું હોઈ છે અને પોષક તત્વોની માત્રા વધારે હોય છે.આ ઉપરાંત લસ્સી, છાશ, દહીં પણ લઇ શકાય છે. તેલવાળો ખોરાકનું પણ નહિવત માત્રામાં સેવન કરવું.
ફળ અને શાકભાજીનું સેવન:
મોસમી ફળ જેમ કે સફરજન, દાડમ, પપૈયું, કેળાનું સેવન કરવું, આ ઉપરાંત શાકભાજીમાં કાકડી, ટમાટર, શકરિયા, સિંઘવ મીઠું અથવા સંચળ પાઉડર એડ કરીને સેવન કરી શકો છો.
થોડું થોડું ખાવું:
વ્રત દરમિયાન કેટલાક લોકો આખો દિવસ ઉપવાસ કરે છે, પરંતુ જયારે ભૂખ લાગે છે ત્યારે વધારે જમી લે છે જે અંતે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે અને વજન વધવાનું એક કારણ બની શકે છે. તેથી એક સાથે વધારે જમવાને બદલે દિવસમાં 3-4 વખત થોડું થોડું જમવું જોઈએ.
શરીરને પૂરતો આરામ આપવો:
ઉપદવસ દરમિયાન ડાયટમાં બદલાવ આવે છે જેથી મગજ અને શરીર પર અસર પડે છે, આ સ્થિતમાં લોકો આળસ અને ચિડિયાપણું અનુભવી શકે છે. તેથી ઉપવાસ દરમિયાન શરીરને થાકથી બચાવવા માટે થોડી થોડી વારે આરામ કરવો જરૂરી છે. રાત્રે પણ વેહલા સુઈ જવું જેથી શરીરને પૂરતો આરામ મળી રહે.