હિન્દુ પંચાગ અનુસાર 16 દિવસનો પિતૃ પક્ષ ભાદરવા સુદ પૂનમ થી ભાદરવી અમાસ સુધી હોય છે. 2024માં પિતૃ પક્ષ 18 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 2 ઓક્ટોબર સમાપ્ત થશે. જે તિથિ પર વ્યક્તિનું અવસાન થયું હોય તે તિથિ પર તેમનું શ્રાદ્ધ કરવામાં આવે છે. જો વ્યક્તિના અવસાનની તિથિ ખબર ન હોય તો છેલ્લા દિવસ એટલે કે અમાસ પર શ્રાદ્ધ કરી શકાય છે. આથી તેને સર્વપિતૃ અમાસ કહેવામાં આવે છે.

પિતૃ પક્ષમાં શ્રાદ્ધ વિધિ કરતી વખતે ખાસ ધ્યાન રાખવું. શ્રાદ્ધ કરવા માટે વહેલી સવારે જાગીને સ્નાનાદિક પતાવી સ્વચ્છ થઇ જાવ. સૂર્ય દેવને જળ અર્પણ કરો. પિતૃઓની પૂજા કરો. પિતૃના ફોટાને ફુલનો હાર પહેરવી, દીપ પ્રગટાવો. પૂર્વજોને ભાવતી વાનગી બનાવો. ગાયના દૂધની ખીર અને પુરી અવશ્ય બનાવવી.
ત્યારબાદ પંચ ભોગ એટલે કે પાંચ જીવ માટે અલગ ભોજન કાઢો. આ 5 જીવ એટલે ગાય, શ્વાન, કાગડો, કીડી, પિતૃ દેવ. ઉપરોક્ત 5 જીવ માટે કાઢેલું ભોજન તેમને ખડાવી દે. પૂર્વજે માટે અલગ કાઢેલું ભોજન ગાયને ખવડાવી શકાય છે.
પિતૃ પક્ષમાં પૂર્વજો માટે તર્પણ વિધિ કરવાની હોય છે. તર્પણ કરવા માટે દર્ભ ઘાસનો ઉપયોગ કરવામાં આવે છે. એક લોટમાં પવિત્ર જળ ભરી તેમા અક્ષત, જવ અને કાળા તેલ નાંખો. ત્યારબાદ હાથમાં દર્ભ ઘાસ લઇ દક્ષિણ દિશા તરફ મુખ રાખી ઉભા રહો. હવે પિતૃઓનું સ્મરણ કરી તેમનું તર્પણ કરો.
પિતૃ પક્ષમાં બ્રાહ્મણને ભોજન અને દાન કરવાનું વિધાન છે. ઘરે ભોજન બનાવી બ્રાહ્મણને જમાડી શકાય છે. ઉપરાંત બ્રાહ્મણને સીધું અનાજ અને વસ્ત્રનું પણ દાન કરી શકાય છે. જો તમે ઇચ્છો તો કોઇ ગરીબ વ્યક્તિ કે જરૂરિયાતમંદ વ્યક્તિને પણ ભોજન વસ્ત્રનું દાન કરી શકો છો. ગૌશાળામાં ગાયને ઘાસચારાનું પણ દાન કરી શકાય છે.
પિતૃ પક્ષમાં શ્રાદ્ધ કર્મ કર્યા બાદ પૂર્વજો પાસે જાણતા અજાણતા થયેલી ભૂલોની માફી માંગવી. તેમજ તેમના આશીર્વાદ મેળવવા. પૂર્વજોના આશીર્વાદથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંત રહે છે.