બીજાના ભલામાં આપણું જ ભલું છે... જીવનસુત્ર સાથે અનેકવિધ સેવાઓમાં સમર્પિત અને વિશ્વશાંતિ માટે સદા કટિબધ્ધ એટલે પ્રમુખસ્વામી મહારાજ.
ભગવાન સ્વામિનારાયણની ગુણાતીત ગુરૂપરંપરાના પાંચમા ગુરૂદેવ એટલે પ્રમુખસ્વામી મહારાજ.
પવિત્ર, પરગજુ, પરમાર્થી અને પરમાત્મામય આધ્યાત્મિક મહાપુરૂષ એટલે પ્રમુખસ્વામી મહારાજ. વિશ્વના સૌથી વધુ પ્રભાવક ધર્મગુરૂઓમાં હંમેશા આદરણીય સ્થાને રહ્યા
સ્વામિનારાયણ સંપ્રદાયના આ મહાન સંતનો જન્મ એક ખેડૂત પરિવારમાં 7મી ડિસેમ્બર, 1921ના રોજ ગુજરાતમાં વડોદરા પાસેના ચાણસદ ગામે થયો હતો.
કિશોરવયે ભગવાન શ્રી સ્વામિનારાયણની આધ્યાત્મિક પરંપરાના તૃતીય ગુરૂદેવ બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના વ્યક્તિત્વથી તેઓ આકર્ષાયા.
18 વર્ષની વયે તેમણે શાસ્ત્રીજી મહારાજના ચરણે જીવન સમર્પિત કરી દીધું. દીક્ષા લઇને સન 1940 માં તેઓ નારાયણસ્વરૂપદાસ સ્વામી બન્યા
જન્મજાત વિનમ્રતા, અહર્નિશ સેવા, સાધુતા અને લોકોના કલ્યાણની નિ:સ્વાર્થ ભાવનાથી તેઓ સૌના પ્રિય બન્યા.
સન 1950 માં માત્ર 28 વર્ષની ઉંમરે બી.એ.પી.એસ સ્વામિનારાયણ સંસ્થાના પ્રમુખ બન્યા ત્યારથી તેઓ પ્રમુખસ્વામી મહારાજના પ્રિય નામથી લોકલાડીલા બન્યા
બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના અનુગામી બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજની છત્રછાયામાં રહીને તેમણે અનેકવિધ સેવાકાર્યો કર્યા
સન 1971 માં યોગીજી મહારાજના આધ્યાત્મિક અનુગામી તરીકે તેઓ લાખો ભક્તોના ગુરૂપદે બિરાજયા
માત્ર એક ધર્મગુરૂ તરીકે જ નહીં, પરંતુ અસંખ્ય લોકોના આદર્શ પ્રેરણામૂત્રિ તરીકે અને સમાજના એક મહાન હિતચિંતક સેવક તરીકે તેઓનું વ્યક્તિત્વ આગવો પ્રભાવ પાથરતું રહ્યું